- દેશની શાન સમાન સંસદ ચૂકને લઈ તપાસ
- બિહારના દરભંગામાં આવેલા આરોપીના ઘરે એટીએસ પહોંચી
- આરોપી લલિત ઝાના પરિવારની બે કલાક આકરી પૂછપરછ
સંસદની સુરક્ષામાં ચૂકને લઈ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ત્યારે આરોપી લલિત ઝાના બિહારના દરભંગામાં આવેલા ઘરે એટીએસની ટીમે તપાસ શરૂ કરી છે. એટીએસના બે અધિકારીઓએ આરોપીના પિતા અને બંને ભાઈઓની આશરે બે કલાક સઘન પૂછપરછ હાથ ધરી હતી. આરોપી લલિત ઝા વિશે જાણકારી મેળવી હતી. લલિત ઝાના પિતાએ તપાસ એજન્સી એટીએસને સંપૂર્ણ સહયોગ કર્યો હતો. એટીએસની ટીમ સાથે સ્થાનિક પોલીસ સ્ટેશનનો એક અધિકારી પણ તપાસમાં જોડાયો હતો. આરોપી લલિતના પિતાએ જણાવ્યું હતું કે, તેના દીકરા લલિત સાથે સંકળાયેલી તમામ બાબતોની પૂછપરછ કરી સંપત્તિ વિશે પણ જાણકારી લેવાઈ હતી. તો વળી આરોપી લલિત ઝાના ભાઈનો મોબાઈલ પણ પોલીસે તપાસ માટે જપ્ત કરી લીધો હતો. આ સિવાય લલિત ઝાના ભાઈ સોનુ ઝાની પણ એટીએસ દ્વારા લાંબા સમય સુધી પૂછપરછ કરી જાણકારી લેવામાં આવી હતી. લલિત વિશેની તમામ માહિતી લઈ એટીએસની ટીમ સ્થાનિક પોલીસ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
શા માટે લલિતે આવું કર્યું?
આરોપી લલિત ઝાના આ કૃત્ય બદલ એના સમગ્ર પરિવારની સમસ્યામાં વધારો થયો છે. હાલ આ પરિવારના લોકો કોલકાતા નહીં જાય. તેમના જણાવ્યા પ્રમાણે તપાસ એજન્સીના અધિકારીઓ સતત તપાસ માટે આવી રહ્યા છે. આ અંગે બહેડા પોલીસ સ્ટેશનના એસપીના જણાવ્યા પ્રમાણે એટીએસના બે પીઆઈએ આરોપી લલિત ઝાના ઘરે જઈ બે કલાક જેટલી પૂછપરછ કરી તપાસ હાથ ધરી હતી.


