- તરલ ભટ્ટ સહિત અન્ય આરોપીઓને પકડવા કવાયત
- PI તરલ ભટ્ટની આગોતરા જામીન અંગે સુનાવણી થશે
- ATSએ અલગ-અલગ મુદ્દાઓ પર તપાસ હાથ ધરી છે
જુનાગઢ તોડકાંડ મામલે ATSની કાર્યવાહી તેજ થઇ છે. જેમાં ATSએ આરોપી PI તરલ ભટ્ટના ઘરે દરોડા પાડ્યા છે. તેમાં અમદાવાદમાં તરલ ભટ્ટના ઘરે દરોડા પડતા આસપાસના લોકોમાં ચર્ચા શરૂ થઇ છે. તરલ ભટ્ટ સહિત અન્ય આરોપીઓને પકડવા કવાયત શરૂ થઇ છે.
PI તરલ ભટ્ટની આગોતરા જામીન અંગે સુનાવણી થશે
જુનાગઢ પોલીસ તોડકાંડના મુદ્દે PI તરલ ભટ્ટની આગોતરા જામીન અંગે સુનાવણી થશે. જેમાં ATSના તપાસનીશ અધિકારીને સેશન્સ કોર્ટનું તેડુ છે. PI તરલ ભટ્ટ નિર્દોષ, ખોટી રીતે ફસાવ્યાની દલીલ કરવામાં આવી છે. જેમાં તરલ ભટ્ટની દલીલો અંગે ચકાસણી કરાશે. ASI દીપક જાનીની માહિતી કોર્ટમાં રજૂ કરવાની શક્યતા છે. તોડકાંડનું કનેક્શન દુબઈ સુધી પહોંચ્યું હોવાનું અનુમાન છે. તોડકાંડમાં અમદાવાદ માધુપુરા કેસનું કનેક્શન પણ સામે આવી શકે છે, ત્યારે તોડકાંડ મામલામાં ATSએ અલગ-અલગ મુદ્દાઓ પર તપાસ હાથ ધરી છે.
માધુપુરામાં 2500 કરોડના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો હતો
અમદાવાદના માધુપુરામાં 2500 કરોડના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ થયો હતો. સટ્ટા માટે 1,000થી વધુ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરાયો હતો. ત્યારે આ કેસની તપાસમાં તરલ ભટ્ટે તમામ બેંક એકાઉન્ટની માહિતી મેળવી હોવાનું સામે આવ્યુ છે. કેસની તપાસ ટ્રાન્સફર થયા બાદ પણ તરલ ભટ્ટે માહિતી છૂપાવી હોવાનું પણ ખુલ્યુ છે. PCB દ્વારા SMCને 535 બેન્ક એકાઉન્ટની જ વિગતો આપવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે જુનાગઢ બદલી બાદ તરલ ભટ્ટે પેન ડ્રાઈવમાં સટ્ટાકાંડના 1,000 બેંક ખાતાંની વિગતો સાચવી રાખી હતી.
જુનાગઢમાંથી ફ્રીઝ થયેલા એકાઉન્ટ ક્રિકેટ સટ્ટા કેસના હોવાનું અનુમાન
જુનાગઢમાંથી ફ્રીઝ થયેલા એકાઉન્ટ ક્રિકેટ સટ્ટા કેસના હોવાનું અનુમાન છે. સાઈબર એક્સપર્ટ તરીકે ઓળખ આપી ખાતાં અનફ્રીઝ કરવા તેણે રુપિયા માગ્યા હતા. એકાઉન્ડ અનફ્રીઝ કરવા બેંક બેલેન્સના 80 ટકા રકમની માગણી કરી હતી. બેન્ક દ્વારા ATSને ફ્રીઝ થયેલા એકાઉન્ટની માહિતી આપ્યા બાદ વધુ ખુલાસા થશે.


