- કર્મીઓ સમય કરતા વહેલાં નીકળી જતા હોવાનો વીડિયો વાઈરલ થયો હતો
- તાલુકા પંચાયત નો સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો તાજેતરમાં વાયરલ થયો હતો
- નાયબ ટીડીઓના આદેશથી કર્મચારીઓની હાજરી બાબતે વિશેષ નોંધ લેવાઈ રહી છે
માંડલ તાલુકા પંચાયતમાં સાંજના 5 વાગ્યા બાદનો સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો તાજેતરમાં વાયરલ થયો હતો. વીડિયોમાં સમય કરતાં વહેલા કેટલાંક કર્મચારીઓ નીકળી જતાં હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ વિડીયોમાં તાલુકા પંચાયતના વિવિધ વિભાગોમાં કેટલીક ખુરશીઓ ખાલી જોવા મળી હતી. જેની જાણ જિલ્લા વિકાસ અધિકારીને પણ થઈ હતી. જેથી જિલ્લા વિકાસ અધિકારીએ ટીડીઓને તેમજ નાયબ ટીડીઓને હાજર કર્મચારીઓની તસવીર પણ મંગાવી હતી. પરંતુ તાલુકા પંચાયતમાં નાયબ તાલુકા વિકાસ અધિકારી વિષ્ણુભાઈએ જણાવ્યાં મુજબ હવે કર્મચારીઓની નિયમિત નોંધ લેવામાં આવશે. તાલુકા પંચાયતમાં કર્મચારીનું હાજરી રજીસ્ટર અને કોમ્પ્યુટરના માધ્યમથી ઓનલાઈન હાજરી પુરવાનો પણ નિર્ણય કરાયો હતો. સવારે નિયત સમયે કર્મચારી ઓફિસે આવે એટલે તેને સૌપ્રથમ રજિસ્ટરમાં પોતાની સહી અને કોમ્પ્યુટર સીસ્ટમથી હાજરી પુરવાની રહેશે અને સાંજે નીકળે ત્યારે પણ હાજરીની નોંધ કરાવીને જવાનું રહેશે. આમ તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી અને નાયબ ટીડીઓના આદેશથી કર્મચારીઓની હાજરી બાબતે વિશેષ નોંધ લેવાઈ રહી છે.


