કલોલ શહેરમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની ઝુંબેશના ભાગરૂપે ઔડા દ્વારા સતત ત્રીજા દિવસે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને ગીરીરાજના મેદાન પાસેના 24 મીટરના રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ઔડાની ટીમે 24 મીટરના રોડ પર આવેલા કાચા અને પાકા તમામ પ્રકારના દબાણોને હટાવ્યા હતા.
24 મીટર રોડ ઉપર આવેલા કાચા પાકા દબાણો દૂર કરાયા
ત્રણ દિવસથી ચાલી રહેલી આ કાર્યવાહીને કારણે વિસ્તારમાં જાગૃતિ આવી છે. મહત્વની વાત એ છે કે ઔડા દ્વારા દબાણકર્તાઓને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી. જેના પગલે અનેક લોકોએ સરકારી તંત્રની કાર્યવાહી પહેલા જ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો હટાવવાનું શરૂ કરી દીધું છે. ઔડાની આ કામગીરીથી શહેરના મુખ્ય માર્ગો અવરજવર માટે ખુલ્લા થશે અને ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે.


