- મૈનપુરીના શખ્સે RTI કરી દેશભરના મંદિરોની માંગી હતી માહિતી
- પુરાતત્વ વિભાગે બ્રિટિશ ગેજેટનો હવાલો આપીને માહિતી આપી
- શાહી ઈદગાહની જગ્યાએ હતું કટરા કેશવ દેવ મંદિર મંદિર: ASI
શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદમાં એક મોટી માહિતી સામે આવી છે. એવું કહેવાય છે કે મુઘલ શાસક ઔરંગઝેબે મથુરામાં મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી. RTIમાં માંગવામાં આવેલી માહિતીના આધારે આ ખુલાસો થયો છે. RTIમાં આગ્રાના પુરાતત્વ વિભાગે કહ્યું કે ઔરંગઝેબ દ્વારા મંદિરને તોડીને જે મસ્જિદ બનાવવામાં આવી હતી તે જગ્યા પર શાહી ઈદગાહ મસ્જિદ બનાવવામાં આવી છે.
વાસ્તવમાં, મૈનપુરીના અજય પ્રતાપ સિંહે દેશભરના મંદિરો અંગે RTI હેઠળ માહિતી માંગી હતી. જેમાં મથુરામાં શ્રી કૃષ્ણના જન્મસ્થળ અંગે પણ માહિતી માંગવામાં આવી હતી. RTIના જવાબમાં ભારતના પુરાતત્વ વિભાગે બ્રિટિશ શાસન દરમિયાન વર્ષ 1920માં પ્રકાશિત ગેઝેટના આધારે દાવો કરીને જવાબ આપ્યો કે અગાઉ મસ્જિદની જગ્યાએ કટરા કેશવદેવ મંદિર હતું. જેને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી.
કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરાશે: વકીલ
કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ ન્યાસના પ્રમુખ એડવોકેટ મહેન્દ્ર પ્રતાપે જણાવ્યું હતું કે બ્રિટિશ શાસન દરમિયાન કાર્યરત જાહેર બાંધકામ વિભાગના મકાન અને માર્ગ વિભાગ દ્વારા 1920 માં અલ્હાબાદથી પ્રકાશિત ગેઝેટમાં નોંધ્યા મુજબ ઉત્તર પ્રદેશમાં વિવિધ સ્થળોએ 39 સ્મારકોની સૂચિ પ્રદાન કરી હતી. આ યાદીમાં 37મા નંબરે કટરા કેશવ દેવ ભૂમિ ખાતેની શ્રી કૃષ્ણ ભૂમિનો ઉલ્લેખ છે. સાથે જ લખવામાં આવ્યું છે કે પહેલા કટરા ટેકરા પર કેશવ દેવ મંદિર હતું. તેને તોડી પાડવામાં આવી હતી અને તે જગ્યાનો ઉપયોગ મસ્જિદ માટે કરવામાં આવ્યો હતો.
શું છે શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ?
જણાવી દઈએ કે, મથુરામાં વિવાદ પણ કંઈક અંશે અયોધ્યા જેવો છે. હિન્દુઓનો દાવો છે કે ઔરંગઝેબે મથુરામાં મંદિર તોડીને ત્યાં મસ્જિદ બનાવી હતી. ઔરંગઝેબે 1670માં મથુરામાં કેસર કેશવદેવના મંદિરને તોડી પાડવાનો આદેશ આપ્યો કર્યો હતો. ત્યારબાદ, શાહી ઇદગાહ મસ્જિદ બનાવવામાં આવી હતી. મથુરામાં આ વિવાદ કુલ 13.37 એકર જમીન પર માલિકી હક્ક સાથે સંબંધિત છે.
શ્રી કૃષ્ણ જન્મસ્થાન પાસે 10.9 એકર જમીનનો માલિકી હક્ક છે જ્યારે શાહી ઇદગાહ મસ્જિદ પાસે અઢી એકર જમીનનો માલિકી હક્ક છે. હિંદુ પક્ષે શાહી ઇદગાહ મસ્જિદને ગેરકાયદે અતિક્રમણ દ્વારા બાંધવામાં આવેલ માળખું તરીકે વર્ણવ્યું છે અને આ જમીન પર દાવો પણ કર્યો છે. હિન્દુ પક્ષમાંથી શાહી ઇદગાહ મસ્જિદને હટાવીને શ્રી કૃષ્ણના જન્મસ્થળને આ જમીન આપવાની માંગ કરવામાં આવી છે.


