- ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે મેચ
- કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં બંને ટીમ આમને-સામને
- સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલાં બેટિંગ પસંદ કરી
ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે વર્લ્ડકપ 2023ની સેમીફાઇનલ મેચ શરૂ થઈ છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ટોસ બાદ સાઉથ આફ્રિકાના કેપ્ટને શું કહ્યું?
ટોસ જીત્યા બાદ ટેમ્પા બાવુમાએ કહ્યું કે, ‘અમે પહેલા બેટિંગ કરીશું. અમે સેમીફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા જેવી ટીમનો સામનો કરી રહ્યા છીએ, તે મારા માટે ઘણું મહત્વ ધરાવે છે. અમારે ફક્ત અમારી રમત યોજનાને વળગી રહેવું પડશે. આજે અમારી ટીમમાં એન્ગિડીની જગ્યાએ શમ્સી અને ફેહલુકવાયોની જગ્યાએ જાનસેન આવ્યો છે.
ટોસ બાદ ઓસ્ટ્રેલિયાના કેપ્ટને શું કહ્યું?
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે, અમે પણ અહીં પ્રથમ બેટિંગ કરવા માંગતા હતા. જો કે, ટોસ આપડા હાથમાં નથી. હવામાન અત્યારે બોલિંગ માટે છે. તમે શરૂઆતમાં સારો સ્વિંગ મેળવી શકો છો. આજે અમારી ટીમમાં સ્ટોઇનિસ અને એબોટની જગ્યાએ મેક્સવેલ અને સ્ટાર્ક રમી રહ્યા છે.
બંને દેશની પ્લેઈંગ ઈલેવન-
સાઉથ આફ્રિકા- ક્વિંટવ ડી કોક(વિકેટકીપર), ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાસી વેન ડેર ડુસેન, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જાનસેન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, કગિસો રબાડા, તરબીઝ શમ્સી
ઓસ્ટ્રેલિયા- ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિચેલ માર્શ, સ્ટિવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઈંગ્લિસ, પેટ કમિન્સ(કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા, જોશ હેઝલવુડ


