- આજે વર્લ્ડ કપ 2023ની બીજી સેમિફાઈનલ મેચ રમાશે
- કોલકાતામાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે
- ભારતીય સમય અનુસાર આ મેચ આજે બપોરે 2 વાગ્યા રમાશે
15 નવેમ્બરના રોજ વર્લ્ડ કપની પહેલી સેમિફાઇનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. જેમાં ભારતે ન્યૂઝીલેન્ડને 70 રને હરાવીને ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. તેની વચ્ચે આજે બીજી સેમિફાઇનલ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. મેચ પહેલા જુઓ હેડ ટુ હેડ અને પિચનો મિજાજ…
કોની થશે ફાઈનલમાં એન્ટ્રી
ICC વર્લ્ડ કપ 2023ની સૌથી રોમાંચક ક્ષણો ચાલી રહી છે. વર્લ્ડ કપની પ્રથમ સેમીફાઈનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. એમાં કોઈ શંકા નથી કે આ હરીફાઈ કપરી બનવાની છે. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા બંને ખૂબ જ મજબૂત ટીમો છે, તેથી આ જીત કોઈના માટે આસાન નહીં હોય.
હેડ ટુ હેડ
દક્ષિણ આફ્રિકા આ વર્લ્ડ કપની બીજી સૌથી સફળ ટીમ છે. આફ્રિકાએ કુલ 9 લીગ મેચોમાંથી 7 જીતી છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ પણ 9માંથી 7 મેચ જીતી છે. પરંતુ નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયા આ ટૂર્નામેન્ટની પ્રથમ બે મેચ હારી ગયું હતું, ત્યારબાદ તેમણે સતત 7 મેચ જીતી છે. જોકે, દક્ષિણ આફ્રિકાના સારા નેટ રન રેટને કારણે તે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહી હતી. હવે જોવાનું એ રહે છે કે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોણ બીજી સેમિફાઇનલ જીતીને ફાઇનલમાં પ્રવેશ કરે છે.
પિચ રિપોર્ટ
વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેદાન બેટિંગ માટે ખૂબ જ શ્રેષ્ઠ છે. આ મેદાન એકદમ નાનું છે, તેથી અહીં સિક્સર અને ફોરનો વરસાદ થવાનો છે. આ મેચ હાઈ સ્કોરિંગ હશે તેમાં કોઈ શંકા નથી. આ મેચમાં ટોસ પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ઈડન ગાર્ડન્સ કોલકાતાની પિચ બેટ્સમેનોને મદદ કરે છે. પિચમાં સારો બાઉન્સ થાય છે. જેના કારણે બોલ સરળતાથી બેટ પર આવે છે. જો કે, ફાસ્ટ બોલરને આ પિચ પર મદદ મળે છે. આ વર્લ્ડકપ દરમિયાન ઈડન ગાર્ડન્સમાં 3 મેચ રમાઈ છે. આ મેચમાં ફાસ્ટ બોલર્સને મદદ મળી છે. આ મેચ લો સ્કોરિંગ રહી હતી. આ મેદાનમાં અત્યાર સુધી કુલ 37 મેચ રમવામાં આવી છે. જેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમની 21 મેચમાં અને પ્રથમ બોલિંગ કરનારી ટીમની 15 મેચમાં જીત થઈ છે. આ પિચ પર પ્રથમ ઈનિંગનો સરેરાસ સ્કોર 240 રન અને બીજી ઈનિંગનો સરેરાસ સ્કોર 201 રન છે.


