- ઓસ્ટ્રેલિયા સામે સાઉથ આફ્રિકાની ત્રણ વિકેટે હાર
- વર્લ્ડકપ 2023માં કેપ્ટન ટેમ્બા બવુમાનું ખરાબ પ્રદર્શન
- આ ટૂર્નામેન્ટમાં ટેમ્બા બવુમા માત્ર 135 રન બનાવ્યા
ICC વર્લ્ડકપ 2023ની બીજી સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને હરાવ્યું છે. આફ્રિકા આ હાર સાથે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે. હવે ICC વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ 19 નવેમ્બરે રમાશે. આફ્રિકા અત્યાર સુધીમાં 5 વખત ODI વર્લ્ડ કપની સેમીફાઈનલ રમી ચુક્યું છે, પરંતુ એક પણ વખત ટ્રોફી જીતી શક્યું નથી. આફ્રિકાની આ હાર બાદ સોશિયલ મીડિયા પર સાઉથ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાની મજાક ઉડાવવામાં આવી રહી છે. આ વર્લ્ડકપમાં રમાયેલી કુલ 8 મેચમાં ટેમ્બા માત્ર 135 રન જ બનાવી શક્યો છે.
ટેમ્બાનું યોગદાન નહિવત
ટેમ્બા બાવુમાએ આ વર્લ્ડકપમાં એક પણ મેચમાં મોટી ઇનિંગ રમી નથી. આજે જ્યારે સાઉથ આફ્રિકા નોકઆઉટ મેચ રમી રહ્યું હતું ત્યારે તેના માટે બેટિંગ કરવી ખૂબ જ જરૂરી હતી, પરંતુ તેમ્બા આજે પણ ફ્લોપ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલ મેચમાં પણ ટેમ્બાએ તેના બેટમાંથી એક પણ રન બનાવ્યો ન હતો અને તે શૂન્યના સ્કોર પર આઉટ થયો હતો. તેથી જ સોશિયલ મીડિયા પર ટેમ્બા વિશે ઘણા મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે. ચાહકો આ હાર માટે ટેમ્બાને જવાબદાર ઠેરવી રહ્યા છે અને કહી રહ્યા છે કે સાઉથ આફ્રિકાની ટીમમાં ટેમ્બાનું યોગદાન નહિવત રહ્યું છે.
હાર માટે ટેમ્બાને જવાબદાર ગણવામાં આવ્યો
ટેમ્બા બાવુમાએ આ વર્લ્ડકપમાં એક પણ ફિફ્ટી ફટકારી નથી. આ ટૂર્નામેન્ટમાં ટેમ્બા બાવુમાના બેટએ કોઈ પણ એક મેચમાં સૌથી વધુ 35 રન બનાવ્યા છે. જો આજે ટેમ્બા બાવુમાએ સારૂ પ્રદર્શન કર્યું હોત તો સાઉથ આફ્રિકા ઓસ્ટ્રેલિયા સામે સારો સ્કોર બનાવી શક્યું હોત, આ પરિણામમાં થોડો ફેરફાર લાવી શક્યું હોત. આવી સ્થિતિમાં ટેમ્બા બાવુમાનું ખરાબ પ્રદર્શન સાઉથ આફ્રિકાની હારનું મુખ્ય કારણ છે.


