- ઓસી. પ્રવાસમાં કેરેબિયન ટીમ ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચ રમશે
- વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાના આગામી પ્રવાસ માટે વ્હાઇટ બોલ ટીમની જાહેરાત કરી છે
- હેટમાયરને વનડે અને ટી-20 બંને ટીમોમાંથી બહાર કરાયો છે
વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાના આગામી પ્રવાસ માટે વ્હાઇટ બોલ ટીમની જાહેરાત કરી છે. જેમાં શિમરોન હેટમાયરને તેના નબળા ફોર્મને કારણે ટીમમાં સ્થાન અપાયું નથી. હેટમાયરને વનડે અને ટી-20 બંને ટીમોમાંથી બહાર કરાયો છે. હેટમાયર ઇંગ્લેન્ડ સામેની પહેલી બે ટી-20 મેચમાં ખૂબ ખરાબ રીતે ફેલ ગયો હતો. બે મેચમાં તેણે 1 અને બે રન કર્યા હતા અને વનડેમાં તેનો સ્કોર 32, 0 અને 12 રનનો રહ્યો હતો. શાઈ હોપની કેપ્ટનશિપ હેઠળની વનડે ટીમમાં બે સંભવિત ડેબ્યૂટન્ટ 2022ના અંડર-19 વર્લ્ડ કપ ખેલાડી ટેડી બિશપ અને વિકેટકીપર બેટ્સમેન ટેવિન ઇમલાચ સામેલ છે. વનડે ટીમમાં ઓલરાઉન્ડર જસ્ટિન ગ્રીવ્સની વાપસી થઇ છે. લેગસ્પિનર હેડન વૉલ્શ જુનિયરને પણ ટીમમાં સ્થાન મળ્યું છે. બ્રેન્ડન કિંગ અને શેરફેન રધરફોર્ડ વનડે ટીમમાં પસંદગી માટે ઉપલબ્ધ નહોતા કારણ કે તેમને ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં રમવા માટે મંજૂરી અપાઇ હતી. જેસન હોલ્ડર અને કાઇલ માયર્સ જેમણે ટી-20 ફ્રેન્ચાઇઝી કરાર માટે ટેસ્ટ પ્રવાસ માટે પોતાને ઉપલબ્ધ નહોતા ગણાવ્યા તેમને ટી-20 ટીમમાં સામેલ કરાયા છે. ટી-20 ટીમનું નેતૃત્વ રોવમેન પોવેલ કરશે. વિન્ડીઝ ટીમના પસંદગીકર્તા ડેસમંડ હેઇન્સે ટીમને ઓસ્ટ્રેલિયામાં પોતાની વિજયી લય જાળવી રાખવા અને જૂનમાં ટી-20 વર્લ્ડ કપમાં ઘરેલુ મેચો માટે તૈયારી ચાલુ રાખવાની વિનંતી કરી છે.
વનડે ટીમઃ
શાઇ હોપ (કેપ્ટન), અલ્જારી જોસેફ, એલિક એથનાઝ, ટેડી બિશપ, કીસી કાર્ટી, રોસ્ટન ચેઝ, મેથ્યૂ ફોર્ડ, જસ્ટિન ગ્રીવ્સ, કેવમ હોજ, ટેવિન ઇમલાક, ગુડાકેશ મોતી, કેયોર્ન ઓટલે, રોમારિયો શેફર્ડ, ઓશેન થોમસ, હેડન વૉલ્શ જુનિયર
ટી-20 ટીમઃ
રોવમેન પોવેલ (કેપ્ટન), શાઇ હોપ, જોનસન ચાર્લ્સ, રોસ્ટન ચેઝ, જેસન હોલ્ડર, અકીલ હોસેન, અલ્જારી જોસેફ, બ્રેન્ડન કિંગ, કાઇલ માયર્સ, ગુડાકેશ મોતી, નિકોલસ પૂરન, આંદ્રે રસેલ, શેરફન રધરફોર્ડ, રોમારિયો શેફર્ડ, ઓશેન થોમસ.


