- સેમીફાઈનલ માટેની રેસ બની દિલચસ્પ
- ભારત અને સાઉથ આફ્રિકા સેમીફાઈનલ માટે થયું ક્વોલીફાઈ
- ત્રીજા અને ચોથા સ્થાન માટેની લડાઈ બની દિલચસ્પ
વર્લ્ડકપની લીગ મેચો જેમ જેમ પૂરી થઈ રહી છે તેમ તેમ સેમીફાઈનલની રેસ રસપ્રદ બની રહી છે. ભારત સિવાય સાઉથ આફ્રિકા સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગયું છે. આ સાથે જ ત્રીજી ટીમ તરીકે ઓસ્ટ્રેલિયાનો દાવો સૌથી મજબૂત છે. ઓસ્ટ્રેલિયાના 7 મેચમાં 10 પોઈન્ટ છે, પરંતુ સૌથી દિલચસ્પ લડાઈ ચોથા સ્થાન માટે છે.
ચોથા સ્થાન માટે દિલચસ્પ જંગ
પાકિસ્તાન ઉપરાંત ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાન ચોથા સ્થાન માટે દાવેદાર છે. જો કે, અત્યારે ન્યૂઝીલેન્ડ ચોથા સ્થાને છે, પાકિસ્તાન 5માં સ્થાને અને અફઘાનિસ્તાન પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે, પરંતુ આ ત્રણેય ટીમને સમાન 8-8 પોઈન્ટ છે.
પોઈન્ટ ટેબલમાં કઈ ટીમ ક્યાં છે
ઓસ્ટ્રેલિયાના 7 મેચમાં 10 પોઈન્ટ છે, આ ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાનો નેટ રનરેટ +0.924 છે. ચોથા ક્રમે રહેલી ન્યૂઝીલેન્ડના 8 મેચમાં 8 પોઈન્ટ છે, જ્યારે નેટ રનરેટ +0.398 છે. 5માં ક્રમે રહેલા પાકિસ્તાનના 8 મેચમાં 8 પોઈન્ટ છે, જ્યારે નેટ રનરેટ +0.036 છે. આ ઉપરાંત છઠ્ઠા સ્થાને રહેલા અફઘાનિસ્તાનના 7 મેચમાં 8 પોઈન્ટ છે અને અફઘાન ટીમનો નેટ રનરેટ -0.330 છે. જો કે અફઘાનિસ્તાનની ટીમ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ કરતા 1 મેચ ઓછી રમી છે.
ઈંગ્લેન્ડ ટૂર્નામેન્ટમાંથી બહાર થયું
ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સત્તાવાર રીતે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. બાંગ્લાદેશ બાદ ઈંગ્લેન્ડ બીજી ટીમ બની જે બહાર થઈ ગઈ. સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા ક્રમે રહેલા શ્રીલંકાના 7 મેચમાં 4 પોઈન્ટ છે, જ્યારે આ ટીમનો નેટ રનરેટ -1.162 છે. સાથે 8મા ક્રમે રહેલા નેધરલેન્ડના 7 મેચમાં 4 પોઈન્ટ છે અને અફઘાન ટીમનો નેટ રનરેટ -1.398 છે.