ધ સિડની મોર્નિંગ હોરાલ્ડે આ યુગલની કહાનીને રશિયન યહૂદીની કહાની તરીકે રિપોર્ટ કર્યુ છે.
બહાદુર દંપત્તિની કહાની
ઓસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર આતંકી હુમલામાં 15 લોકોએ જીવ ગુમાવ્યા હતા. પરંતુ આ ઘટનામાં સોફિયા-બોરિસ, રુવેન મોરિસન અને અહમદ અલ અહમદ જેવા નાયક પણ આપ્યા છે. આ નાયકોએ ગોળી ખાઇને નિર્દોષ વ્યક્તિઓના જીવ બચાવ્યા અને આતંકીઓને ઘૂંટણીએ બેસવા પર મજબૂર કર્યા હતા. આંતકીઓએ પોતાની કાર ફુટબ્રિજ પાસે પાર્ક કરી હતી. આ બ્રિજ પાસે રોજ મોટી સંખ્યામાં લોકો અવર-જવર કરતા હોય છે. આ પાર્ક કરેલી કારને જોઇને બોરિસ અને સોફિયા નામનું દંપત્તિ કોઇ દુર્ઘટના થવાની હોવાનું ઓળખી ગયા હતા.
જીવનનું આપ્યુ બલિદાન
બોરિસ અને સોફિયા યહુદીઓ તરફથી નોર્થ બોન્ડીમાં જીવન પસાર કરી રહ્યા હતા. આ દંપત્તિએ આતંકી હુમલો રોકવા માટે ઘણા પ્રયત્ન કર્યા હતા. બોરિસ અને સોફિયાએ આતંકીઓને પડકાર ફેક્યો હતો. અને આ જોડીએ પોતાનો જીવ ગુમાવીને આ આતંકીઓને રોક્યા હતા. આ આતંકી હુમલાની કિંમત બોરિસ અને સોફિયાએ પોતાના જીવનું બલિદાન આપીને ચુકવી હતી. બોરિસ અને સોફિયાએ અંતિમ ક્ષણોમાં એકબીજાને આલિંગને કર્યુ હતુ. અને દુનિયાએ આતંક વિરુદ્ધ સંદેશ આપ્યો હતો.
શું હતો મામલો ?
બપોરના સમયે બોરિસ અને સોફિયા કૈંપબેલ પરેડ પર ચાલી રહ્યા હતા. ત્યારે જ આતંકી સાજિદ અકરમ પોતાની કારમાંથી ISIના ઝંડા બહાર કાઢ્યા હતા. ત્યાંથી જઇ રહેલા એક મોટર ચાલકના ડૈશકૈમ ફુટેજમાં આ ઘટના રેકોર્ડ થઇ હતી. 69 વર્ષના બોરિસે સાજિદે જોયો ત્યારે ડર્યા વગર તેને રસ્તા પર ફેંક્યો હતો. 50 વર્ષના આતંકી સાજિદના હાથમાં રાઇફલ હતી. બોરિસે તેને રસ્તા પર ફેંક્યો હતો. અને તેના હાથમાંથી રાઇફલ લઇ લીધી હતી. બોરિસે રાઇફલ આતંકી સાજિદ સામે તાણી હતી. પરંતુ આ બધાની વચ્ચે રસ્તા પર ચાલતા લોકોને જાણ ન હતી કે, અહીં લોહિયાળ રમત રમાવવાની છે.
આ પણ વાંચોઃ


