ઓસ્ટ્રેલિયા દુનિયાના સૌથી ટેલેન્ટેડ, ઈનોવેટિવ અને ક્રિએટીવ લોકોને અહીં સ્થાયી કરવા માંગે છે. અહીંની સરકાર ઈચ્છે છે કે આવા લોકો દેશમાં આવે અને ઓસ્ટ્રેલિયન અર્થતંત્રમાં યોગદાન આપે. આ માટે, એક નવો ‘નેશનલ ઈનોવેશન વિઝા’ શરૂ કરવામાં આવ્યો હતો.
આ વિઝા દ્વારા, એવા લોકોને દેશમાં લાવવાની યોજના છે જેમણે ઈનોવેશન, શિક્ષણ, આર્ટ્સ, રોકાણ અને રમતગમતમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ વિઝા કુશળ લોકોને આપવામાં આવશે જેથી તેઓ દેશના અર્થતંત્રમાં યોગદાન આપી શકે.
ન્યુ સાઉથ વેલ્સ અને સાઉથ ઓસ્ટ્રેલિયા જેવા બે રાજ્યોએ નવા નેશનલ ઈનોવેશન વિઝા માટે ક્રાઈટેરિયા જાહેર કર્યા છે. જે લોકો આ ક્રાઈટેરિયા પૂર્ણ કરે છે તેમને વિઝા આપવામાં આવશે જેથી તેઓ કામ કરી શકે. ઓસ્ટ્રેલિયાએ કેટલાક પ્રાથમિકતા ક્ષેત્રોની ઓળખ કરી છે, જેમાં આ વિઝા ફક્ત કામ કરવા માટે આપવામાં આવશે. દરેક રાજ્ય હવે ધીમે ધીમે તે ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને કેટેગરી જાહેર કરી રહ્યું છે, જેને આ વિઝા સાથે સંકળાયેલા લોકોને આપવામાં આવશે.
ન્યૂ સાઉથ વેલ્સ ક્યાં કેટેગરીના લોકોને આપશે વિઝા?
નેશનલ ઈનોવેશન વીઝા માટે ન્યૂ સાઉથ વેલ્સે કુલ પાંચ કેટેગરી જણાવી છે, જેમાં સારું કામ કરનાર લોકોને આમાં નોમિનેટ કરવામાં આવશે. નોમિનેટ કર્યા બાદ આ લોકોને વિઝા મળશે, જેથી તે અહીં આવીને નોકરી કરી શકે અથવા રિસર્ચ કરી શકે. તમને જણાવી દઈએ કે આ કેટેગરી કઈ છે.
- અકેડમિક અને રિસર્ચર: વિઝા માટે લાયક બનવા માટે અરજદાર રાજ્યના વ્યૂહાત્મક સેક્ટરને લગતા ઉચ્ચ પ્રભાવિત રિસર્ચ કરતા હોવા જોઈએ.
- એન્ટરપ્રેન્યોર: ઈનોવેશન પર આધારિત કંપનીઓ ચલાવે છે તે લોકો આ કેટેગરી માટે વિઝા મેળવી શકે છે.
- ઈનોવેટિક ઈન્વેસ્ટર: આ કેટેગરી હેઠળ અરજદારે મોટું રોકાણ કર્યું હોવું જોઈએ અને વ્યવસાયને વધારવામાં યોગદાન આપ્યું હોવું જોઈએ.
- સ્પોર્ટ્સ પ્રોફેશનલ્સ: આ કેટેગરી એવા લોકોને વિઝા આપશે જેઓ એથલિટ, કોચ અને સ્પેશિલિસ્ટ છે, અને જેમને તેમની રમત માટે મોટા લેવલે માન્યતા મેળવી છે.
- ક્રિએટીવ: આ કેટેગરી એવા લોકો માટે છે જેઓ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિએટીવ આર્ટિસ્ટ છે.
સાઉથ ઓસ્ટ્રેલિયા કઈ કેટેગરના લોકોને વીઝા આપશે?
- ગ્લોબલ રિસર્ચર્સ અને થોટ લીડર્સ: આ કેટેગરીમાં તે લોકોને વિઝા મળશે, જેને પબ્લિકેશન, પેટેન્ટમાં કોઈ રેકોર્ડ હોય.
- એન્ટરપ્રેન્યોર: આ કેટેગરીમાં તે લોકોને વિઝા આપવામાં આવે છે, જે કોઈ પ્રોડક્ટને કમર્શિલાઈઝ્ડ બનાવીને વેચવાનું ટેલેન્ટ ધરાવે છે.
- ઈનોવેટિક ઈન્વેસ્ટર: આ કેટેગરી તે લોકો માટે છે, જે કોઈ ઈનોવેટિવ કંપનીને ગ્રોથ આપવાની તાકાત ધરાવે છે.
- ક્રિએટીવ ટેલેન્ટ: જો કોઈ આર્ટિસ્ટ અથવા ક્રિએટરને ગ્લોબલ માન્યતા મળી છે, તો આ કેટેગરીમાં તે વિઝા પ્રાપ્ત કરી શકે છે.
- અન્ય ગ્લોબલી ટેલેન્ટેડ ઈન્ડિવિઝુઅલ્સ: આ કેટેગરી તે અરજદારો માટે છે, જેની ઉપલબ્ધિઓ ઉપર જણાવેલી કેટેગરીમાં સામેલ નથી, પરંતુ તે મેરિટવા આધાર પર નોમિનેટ થઈ શકે છે.
- નેશનલ ઈનોવેશન વીઝા ઓસ્ટ્રેલિયાના આર્થિક અને તકનીકી પ્રાથમિકતાઓને અનુરુપ વૈશ્વિક પ્રતિભાને આકર્ષિત કરવાના પ્રયાસોનો ભાગ છે. વીઝા માટે વિચાર કરવા માટે રાજ્ય અથવા ક્ષેત્રમાં નોમિનેટ લેવું જરૂરી છે.
Disclaimer: અહીં આપેલી તમામ માહિતી માત્ર જાણકારી માટે છે. સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી.