- ઓસ્ટ્રેલિયાનો 190 રનથી વિજય,
- લિચફિલ્ડ પ્લેયર ઓફ ધ સિરીઝ બની
- ભારત માટે મંધાનાએ 29, રોડ્રિગુઝે 25 તથા દિપ્તી શર્માએ અણનમ 25 રન બનાવ્યા હતા
વાનખેડે ખાતે રમાયેલી ત્રીજી અને અંતિમ વન-ડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 190 રનના જંગી માર્જિનથી હરાવીને ત્રણ મેચની શ્રોણીમાં યજમાન ટીમનો 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના સાત વિકેટે 338 રનના સ્કોર સામે ભારતની પૂરી ટીમ 32.4 ઓવરમાં 148 રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગઇ હતી. પ્લેયર ઓફ ધ મેચ બનેલી ફોબે લિચફિલ્ડે 125 બોલમાં 119 રન બનાવ્યા હતા. તેને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પણ જાહેર કરવામાં આવી હતી. ભારત માટે મંધાનાએ 29, રોડ્રિગુઝે 25 તથા દિપ્તી શર્માએ અણનમ 25 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ આ સાથે ભારતની ધરતી ઉપર સતત 10મો વિજય મેળવ્યો હતો અને 2007 બાદ ઓસ્ટ્રેલિયા ભારતમાં ક્યારેય વન-ડે મેચ હાર્યું નથી. ભારતની દીપ્તિ શર્માએ વન-ડે ક્રિકેટમાં 100 વિકેટ પૂરી કરવાની સિદ્ધિ મેળવી હતી.


