- ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટને નિવૃત્તિની જાહેરાત કરી
- મેગ લેનિંગ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
- લેનિંગએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ 8 હજારથી વધુ રન બનાવ્યા
ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટનના નિર્ણય બધાને ચોંકાવી દીધા છે અને અચાનક નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ઓસ્ટ્રેલિયન ચાહકો આનાથી ચોંકી ગયા છે, કોઈ વિશ્વાસ કરી શકતું નથી કે સ્ટાર ખેલાડી સંન્યાસ લઈ લીધોછે. આજે એટલે કે ગુરુવારે ICCની ટ્વીટએ બધાને ચોંકાવી દીધા છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેગ લેનિંગ દિગ્ગજ ખેલાડી છે. તેણીએ તેની ટીમ માટે ઘણા ખિતાબ જીત્યા છે, પરંતુ તેણીની અચાનક નિવૃત્તિની જાહેરાતને કારણે ફેન્સના આ નિર સમજી શકતા નથી.
‘કેપ્ટન માત્ર 31 વર્ષની ઉંમરે નિવૃત્ત થઇ’
કેપ્ટન મેગ લેનિંગે ક્રિકેટના કોઈ એક ફોર્મેટમાંથી નહીં પરંતુ સમગ્ર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે મેગ લેનિંગે ઓસ્ટ્રેલિયા માટે બે ICC મહિલા ક્રિકેટ વર્લ્ કપ ટ્રોફી અને પાંચ ICC મહિલા T20 વર્લ્ડકપ ટાઇટલ જીત્યા છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ 8 હજારથી વધુ રન બનાવ્યા છે. તે હંમેશા માટે ટીમની એક મહત્વ પૂર્ણ ખેલાડી રહી છે, તેમ છતાં તેણે માત્ર 31 વર્ષની ઉંમરે નિવૃત્તિની જાહેરાત કરી છે.
‘આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર જવું મુશ્કેલ નિર્ણય છે’
નિવૃત્તિની જાહેરાત કરતાં લેનિંગે કહ્યું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી દૂર થવાનો નિર્ણય લેવો મુશ્કેલ હતો, પરંતુ મને લાગે છે કે હવે મારા માટે યોગ્ય સમય છે. હું 13 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો આનંદ માણવા માટે અવિશ્વસનીય રીતે ભાગ્યશાળી રહી છું, પરંતુ હું જાણું છું કે મારા માટે કંઈક નવું કરવા માટે હવે યોગ્ય સમય છે. ટીમની સફળતા એ છે કે તમે શા માટે રમત રમો છો, મેં જે હાંસલ કર્યું છે તેના પર મને ગર્વ છે અને મેં મારા સાથી ખેલાડીઓ સાથે શેર કરેલી ક્ષણો મને જિંદગી ભર યાદ રહેશે.
‘ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિએશનનો આભાર’
કેપ્ટને વધુમાં કહ્યું કે હું મારા પરિવાર, મારા સાથી ખેલાડીઓ, ક્રિકેટ વિક્ટોરિયા, ક્રિકેટ ઑસ્ટ્રેલિયા અને ઑસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિએશનનો આભાર માનું છું કે મને ઉચ્ચ સ્તરે મને ગમતી રમત રમવાની તક આપી હતી. હું એ તમામ ચાહકોનો પણ ખૂબ ખૂબ આભાર કહેવા માંગુ છું જેમણે મારી સમગ્ર આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન મને સપોર્ટ આપ્યો છે.


