- ભારતીય ખેલાડીઓએ ફાઇનલમાં ખેલદિલી દેખાડી ન હતી:ઓસ્ટ્રેલિયન મીડિયા
- વિરાટ કોહલીના આઉટ થતાં જ 90 હજાર ભારતીયોની ભીડ શાંત થઈ
- વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમને ટ્રોફી આપી તો ભારતીય ટીમના ખેલાડીઓ ગાયબ
વર્લ્ડ કપ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયન ટીમ વિજેતા બન્યા બાદ મેચ પહેલા કેપ્ટન પેટ કમિંસના તે નિવેદનને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે જેમાં તેણે કહ્યું હતું કે તે સ્ટેડિયમમાં હાજર એક લાખ ભારતીયોને ચૂપ કરવા માંગે છે. જોકે આવું થયું પણ ખરૂં. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓની મેચ જીતવાની સાથે જ સ્ટેડિયમમાં હાજર તમામ ભારતીય દર્શકોનો અવાજ બંધ થઈ ગયો હતો.
ઓસ્ટ્રેલિયન અખબાર ધ ક્રોનિકલે ‘ભારતીય ખેલાડીઓએ ફાઇનલમાં ખેલદિલી દેખાડી ન હતી’. સમાચારની પહેલી જ લાઇનમાં અખબારે લખ્યું હતું કે,’દર્દ ખૂબ ઊંડું હતું.’ એક અખબારે દાવો કર્યો છે કે જ્યારે વર્લ્ડ કપ વિજેતા ઓસ્ટ્રેલિયન ટીમને ટ્રોફી આપવામાં આવી રહી હતી ત્યારે ભારતીય ટીમના ખેલાડીઓ ગાયબ હતા.
અખબારે કટાક્ષમાં લખ્યું હતું કે, ‘કેપ્ટન પેટ કમિન્સને વર્લ્ડ કપ જીતવાની સિદ્ધિનો અહેસાસ ન થયો હોવો જોઈએ કારણ કે તેને દર્શકોથી ખાલી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ટ્રોફી આપવામાં આવી હતી.’
‘હોમ પિચ બેકફાયર’
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે મેચના એક દિવસ પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત અખબાર હેરાલ્ડ સને પિચને લઈને ચિંતાઓ પર એક સમાચાર પ્રકાશિત કર્યા છે. અખબારે આરોપ લગાવ્યો છે કે ભારતીય ટીમે પિચ સાથે સંભવતઃ ‘હેરાફેરી’ કરી હતી જે બેકફાયર થઈ હતી.
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે કહ્યું હતું કે અમદાવાદની પીચ ભારતીયો માટે બેકફાયર છે. ઓસ્ટ્રેલિયામાં પણ સોશિયલ મીડિયા પર આવા જ આરોપો લગાવવામાં આવી રહ્યા છે.
‘આખા સ્ટેડિયમમાં માત્ર ઓસ્ટ્રેલિયાના 11 ખેલાડીઓનો અવાજ’
ઓસ્ટ્રેલિયાના પ્રસિદ્ધ અખબાર ધ એજ એ અહેવાલ લખ્યો છે કે સ્ટેડિયમની ‘મૌન’ કમિન્સના સાથીદારો માટે સોનેરી છે કારણ કે તેઓ મહાનતા તરફ આગળ વધી રહ્યા છે. ‘વિરાટ કોહલીના આઉટ થતાં જ 90 હજાર ભારતીયોની ભીડ શાંત થઈ ગઈ અને સ્ટેડિયમમાં માત્ર 11 ઓસ્ટ્રેલિયન ખેલાડીઓનો અવાજ સંભળાયો હતો’.


