શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 2 ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચ 29 જાન્યુઆરીથી રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી સ્ટીવ સ્મિથે શાનદાર બેટિંગ કરી અને પોતાની 35મી ટેસ્ટ સદી ફટકારી.
તેને ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. તે શ્રીલંકામાં ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનાર પ્રથમ ખેલાડી પણ બની ગયો છે.
સ્મિથ બન્યો પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી
આ મેચમાં સ્ટીવ સ્મિથે પોતાના બેટથી ખૂબ જ સારું પ્રદર્શન કર્યું. તેને શ્રીલંકાના લગભગ બધા બોલરોને પરેશાન કર્યા. કોઈ બોલર સ્મિથને હરાવી શક્યો નહીં. આ જ કારણ હતું કે આ ખેલાડીએ પહેલા જ દિવસે સદી ફટકારી. તેને 188 બોલમાં 104 રનની ઈનિંગ રમી. આ સાથે, તે શ્રીલંકામાં ટેસ્ટ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો. શ્રીલંકામાં સ્મિથની આ ત્રીજી ટેસ્ટ સદી હતી. આ પહેલા કોઈ પણ ઓસ્ટ્રેલિયન ખેલાડી શ્રીલંકામાં ટેસ્ટ ફોર્મેટમાં 3 સદી ફટકારી શક્યો નથી.
ઉસ્માન ખ્વાજાએ પણ ફટકારી શાનદાર સદી
પોતાની ઈનિંગમાં, સ્ટાર ખેલાડીએ 10 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. તેના સિવાય ઉસ્માન ખ્વાજાએ પણ શાનદાર સદી ફટકારી હતી. પહેલા દિવસની રમત પૂરી થયા પછી સ્મિથ અને ખ્વાજા અણનમ છે. ખ્વાજા 210 બોલમાં 147 રન બનાવ્યા બાદ ક્રીઝ પર મજબૂત રીતે ઉભો છે. પહેલા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 81.1 ઓવરમાં 2 વિકેટે 330 રન છે.
સ્ટીવ સ્મિથ શ્રીલંકામાં 3 ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી બન્યો
- કોલંબોમાં 119 (218) (2016)
- ગોલમાં 145* (272) (2022)
- ગોલમાં 101* (187) (2025)*
એશિયામાં સૌથી વધુ ટેસ્ટ સદીઓ બનાવનારા બિન-એશિયન બેટ્સમેન
- 9 – એલિસ્ટર કૂક (55 ઈનિંગ્સ)
- 8 – જેક્સ કાલિસ (44 ઈનિંગ્સ)
- 7 – હાશિમ અમલા (43 ઈનિંગ્સ)
- 7 – કેન વિલિયમસન (47 ઈનિંગ્સ)
- 7 – જો રૂટ (60 ઈનિંગ્સ)
- 6 – એલન બોર્ડર (39 ઈનિંગ્સ)
- 6 – સ્ટીવ સ્મિથ* (41 ઈનિંગ્સ)


