ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝે શનિવારે તેમના લાંબા સમયના જીવનસાથી જોડી હેડન સાથે લગ્ન કર્યા છે. દેશના ઇતિહાસમાં પદ પર રહીને લગ્ન કરનારા તેઓ પ્રથમ વડા પ્રધાન બન્યા. 62 વર્ષીય અલ્બેનીઝ અને 46 વર્ષીય હેડન રાજધાની કેનબેરામાં વડા પ્રધાનના નિવાસસ્થાન ધ લોજના બગીચામાં એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા.
અમે ખૂબ ખુશ છીએ- અલ્બેનીઝ
લગ્ન પછી અલ્બેનીઝે કહ્યું, “અમે ખૂબ ખુશ છીએ.” સમારંભમાં ફક્ત પરિવારના સભ્યો અને થોડા નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. લગ્ન પછી જાહેર કરાયેલા એક નિવેદનમાં, અલ્બેનીઝે કહ્યું, “અમે ખૂબ ખુશ છીએ. અમારા પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં, અમે સાથે રહેવાનું વચન આપ્યું છે.
સોશિયલ મીડિયા પરશેર કરી ઝલક
ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન અલ્બેનીઝે ફક્ત એક જ શબ્દ લખીને તેમના લગ્નની એક ઝલક શેર કરી: લગ્ન. વીડિયોમાં, તેઓ બો-ટાઈ સૂટમાં દેખાયા, જ્યારે હેડન સફેદ લગ્નના ગાઉનમાં સ્મિત કરતા હતા. જેમ જેમ બંનેએ હાથ પકડ્યા, તેમના પર પુષ્પ વર્ષા થવા લાગી.
ઓસ્ટ્રેલિયામાં જ હનીમૂન
વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે આ દંપતી સોમવારથી શુક્રવાર સુધી ઓસ્ટ્રેલિયામાં હનીમૂન કરશે અને આ દરમિયાન થનારા તમામ ખર્ચ તેઓ જાતે જ ઉઠાવશે. આ એન્થોની અલ્બેનીઝના બીજા લગ્ન છે. તેઓ 2019 માં તેમની પહેલી પત્નીથી અલગ થયા હતા અને તેમનો પુત્ર નાથન છે. તેઓ લગભગ પાંચ વર્ષ પહેલાં મેલબોર્નમાં એક બિઝનેસ ઇવેન્ટમાં જોડી હેડનને મળ્યા હતા.


