- ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ
- મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ
- અફઘાનિસ્તાન માટે કરો યા મરો મેચ
ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે આજે વર્લ્ડકપની 39મી મેચ રમવામાં આવશે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં આવશે. જેના માટે ટોસ થયો છે. જે અફઘાનિસ્તાને જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, આજની મેચ બંને માટે મહત્વની છે. ઓસ્ટ્રેલિયા આજની મેચ જીતશે, તો સેમીફાઈનલમાં પહોંચશે, જ્યારે અફઘાનિસ્તાને પણ સેમીફાઈનલમાં પહોંચવા માટે આજની મેચ જીતવી પડશે.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો છે. આજે ઓસ્ટ્રેલિયા જીતીને ક્વોલિફાય થવા માંગશે, તો બીજી તરફ અફઘાન પઠાણોએ ટૂર્નામેન્ટમાં ઘણા ફેરફારો કર્યા છે, તેથી આ વખતે પણ તેમના પ્રયાસો આશ્ચર્યજનક રહેશે.
પિચ રિપોર્ટ
હવે જ્યારે વર્લ્ડકપની સેમીફાઇનલમાં પહોંચવાની રેસ તેના અંતિમ તબક્કામાં છે, ત્યારે મંગળવારે અહીં યોજાનારી અફઘાનિસ્તાન સામેની મેચમાં ઓસ્ટ્રેલિયા તેની મિડલ ઓર્ડરની નબળાઈને દૂર કરવાનો પ્રયાસ કરશે. સેમીફાઇનલમાં હવે માત્ર બે જ સ્થાન બાકી છે કારણ કે ભારત અને સાઉથ આફ્રિકા પહેલાથી જ છેલ્લા ચાર માટે ક્વોલીફાય કરી ચૂકી છે. ઓસ્ટ્રેલિયન ટીમ હાલમાં ત્રીજા સ્થાને છે અને અન્ય કોઈ ટીમ તેની સેમીફાઈનલની જગ્યાને સીધો પડકાર ફેંકવાની સ્થિતિમાં નથી લાગતી, પરંતુ પેટ કમિન્સની આગેવાની હેઠળની ટીમ આ મેચ જીતીને અંતિમ ચારમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાની આશા રાખી રહી છે.
વાનખેડે પિચ અને મુંબઈનું હવામાન
આ વર્લ્ડકપમાં અત્યાર સુધી વાનખેડે સ્ટેડિયમની પીચ બેટ્સમેનો માટે સ્વર્ગ સમાન સાબિત થઈ છે. આ ત્રણેય મેચની પ્રથમ ઇનિંગમાં અનુક્રમે 399, 382 અને 357 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. વિકેટનો આ સ્વભાવ આજે પણ અકબંધ રહેવાની આશા છે. જો ઓસ્ટ્રેલિયાને પ્રથમ બેટિંગ કરવાની તક મળે છે તો તેના બેટ્સમેન અહીં મોટો સ્કોર કરવાનો ટાર્ગેટ રાખશે. મુંબઈમાં હવામાન ગરમ રહેવાની સંભાવના છે અને તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોઈ શકે છે. વરસાદની કોઈ શક્યતા નથી.