વિન્ટરની શરૂઆત થતાની સાથે જ સૌથી મોટો પ્રોબ્લેમ હોય તો એ છે બાથિંગ, સ્નાન કરવુ. ગરમ પાણી હોય તેમ છતાં ઠંડી એટલી બધી હોય છે કે ઘણા લોકો સ્નાન કરાવાની હિંમત પણ નથી કરતા. પરંતુ નહાવા માટે માત્ર તમારે સૂઇ જવાનુ બસ, બાકી બધુ જ કામ મશીન કરી લે તો… આવુ સપનુ હવે હકીકત બની ગયુ છે. જાપાને એક આવી Human Washing Machine લોન્ચ કરી દીધી છે. જે તમારાં બોડીના એક એક પાર્ટને પરફેક્ટ સાફ કરે છે.
automatic bathing machine ઓસાકાના એક્સપોમાં જોવા મળી
આ અજબ-ગજબ ટેકનોલોજી સૌથી પહેલાં Osaka World Expoમાં જોવા મળી હતી, જ્યાં તેને જોવા લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. જાપાની કંપની Science Inc. એ આ મશીનને એક વિશાળ કેપ્સ્યુલ જેવા પોડ તરીકે બનાવ્યો છે, જેમાં માણસ સૂઇ જાય છે અને મશીન પોતે જ સમગ્ર ન્હાવાની પ્રક્રિયા સંભાળી લે છે. કંપનીનું કહેવું છે કે આ મશીન માત્ર શરીર જ નહીં, ‘આત્માને પણ ધોઈ દે છે’, કારણ કે તેમાં લાગેલા સેન્સર યુઝરની હાર્ટબીટ, રિલેક્સેશન લેવલ અને આખા શરીરના પ્રતિસાદને ટ્રેક કરે છે.
Human Washing Machine કેવી રીતે કામ કરે છે?
1.યુઝર 2.3 મીટર લાંબા કેપ્સ્યુલ જેવા પોડમાં આરામથી સૂઇ જાય છે અને પછી તેનું ઢાંકણ બંધ થઈ જાય છે.
2.મશીન માઇક્રોબબલ્સ અને ફાઇન મિસ્ટની મદદથી શરીરના દરેક ભાગને ખૂબ જ નરમાઈથી સાફ કરે છે.
3.સેન્સર સતત તમારી હાર્ટબીટ સહિત બીજા સંકેતો પર નજર રાખે છે.
4.બેકગ્રાઉન્ડમાં હળવું અને શાંતિપ્રદ મ્યુઝિક ચાલે છે, જેથી આખો માહોલ સ્પા જેવો લાગે છે.
5.બોડીના વોશિંગ બાદ મશીન પોતે જ શરીરને સુકવી દે છે.
6.માત્ર 15 મિનિટમાં તમે સાફ, સુકાં અને સંપૂર્ણ રિલેક્સ થઈને બહાર નીકળો છો..ટોવેલની પણ જરૂરત નથી પડતી
આ પણ વાંચોઃઅમેરિકા ભારત પરનો ટેરિફ ઘટાડીને કરશે 20%, ભારત-US વચ્ચે થશે મોટી ડીલ!


