- બર્ડ ફ્લૂ એવિયન ઈન્ફલ્યુએન્ઝા (H5N1) તરીકે પણ ઓળખાય છે
- વાયરસ જળચર પ્રાણીઓ, મરઘા અને પક્ષીઓની પ્રજાતિઓને ચેપી કરે
- અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસોમાં બર્ડ ફ્લૂના 3 દર્દીઓ
બર્ડ ફ્લૂ એ પક્ષીઓ અને પ્રાણીઓ દ્વારા થતો ચેપી રોગ છે, જે તેનાથી સંક્રમિત પ્રાણીઓને કારણે મનુષ્ય સુધી પહોંચી શકે છે. તાજેતરમાં, કેન્દ્ર સરકારે દેશના ચાર રાજ્યો – મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઝારખંડ અને કેરળમાં આ વાયરસના પ્રકોપને રોકવા અને અટકાવવા માટે એક એડવાઈઝરી જારી કરી છે. તમારે આનાથી ડરવાની જરૂર નથી પણ સચેત થવાની જરૂર છે. જો તમને આ રૂટિન લક્ષણોમાંથી કોઈ પણ ફેરફાર અનુભવાય છે તો તમે તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. બર્ડ ફ્લૂના લક્ષણો 3-5 દિવસમાં દેખાઈ આવે છે.
આ અંતર્ગત તમામ પોલ્ટ્રી ફાર્મે મરઘીઓ, પક્ષીઓ અને પ્રાણીઓના અસામાન્ય મૃત્યુ અંગે પશુપાલન વિભાગને તાત્કાલિક જાણ કરવાની રહેશે. આ ઉપરાંત મરઘાં ખેડૂતોએ દર દસ દિવસે તેમનું આરોગ્ય તપાસ કરાવવું જરૂરી છે. એટલું જ નહીં રાજ્યોને આ વાયરસનો સામનો કરવા માટે એન્ટિવાયરલ દવાઓ, PPE, માસ્ક વગેરેની પૂરતી વ્યવસ્થા સાથે તૈયાર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. બર્ડ ફ્લૂનો ખતરો માત્ર પ્રાણીઓ અને પક્ષીઓ સુધી જ સીમિત નથી. જો તમે ડેરી ઉત્પાદનો અથવા નોનવેજનું સેવન કરો છો, તો તમને પણ તેનાથી ચેપ લાગી શકે છે. અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસોમાં બર્ડ ફ્લૂના 3 દર્દીઓ મળી આવ્યા છે. આવી સ્થિતિમાં, તમારે આ રોગની સંપૂર્ણ માહિતિ જાણી લેવી જરૂરી છે.
બર્ડ ફ્લૂ શું છે
બર્ડ ફ્લૂ એવિયન ઈન્ફલ્યુએન્ઝા (H5N1) તરીકે પણ ઓળખાય છે. એવિયન ઈન્ફલ્યુએન્ઝા અથવા બર્ડ ફ્લૂ એ એવિયન (બર્ડ) ઈન્ફલ્યુએન્ઝા (ફ્લૂ) પ્રકાર A વાયરસના ચેપને કારણે થતો રોગ છે. આ વાયરસ કુદરતી રીતે સમગ્ર વિશ્વમાં જંગલી જળચર પક્ષીઓમાં ફેલાય છે અને સ્થાનિક મરઘાં અને અન્ય પક્ષીઓ અને પ્રાણીઓની પ્રજાતિઓને ચેપ લગાવી શકે છે.
શું બર્ડ ફ્લૂ મૃત્યુનું કારણ બની શકે છે?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર H5N1 પ્રથમ વખત 1997 માં મનુષ્યોમાં જોવા મળ્યું હતું અને તે ચેપગ્રસ્ત લોકોમાંથી લગભગ 60 ટકા મૃત્યુ પામ્યા છે. જો કે હાલમાં વાયરસ માનવથી માનવના સંપર્ક દ્વારા ફેલાય છે. સમયસર સારવાર ન મળવાને કારણે મોતનું જોખમ વધુ રહે છે.
માણસોમાં જોવા મળતા બર્ડ ફ્લૂના લક્ષણો
- ખૂબ તાવ અથવા ધ્રુજારી અનુભવવી
- સ્નાયુમાં દુઃખાવો
- માથાનો દુઃખાવો
- ઉધરસ અથવા શ્વાસ લેવામાં તકલીફ
- ઝાડાની તકલીફ
- પેટમાં દર્દ રહેવું
- છાતીમાં દુઃખાવો
- નાક અને પેઢાંમાંથી લોહી આવવું
બર્ડ ફ્લૂ મનુષ્યમાં કેવી રીતે ફેલાય છે?
મળતી માહિતિ અનુસાર બર્ડ ફ્લૂ ચેપગ્રસ્ત પક્ષીના નજીકના સંપર્કથી ફેલાય છે. આ ઉપરાંત આ વાયરસ ચેપગ્રસ્ત પક્ષીઓને સ્પર્શ કરવાથી, તેમના મળ અથવા પથારીને સ્પર્શ કરવાથી, ચેપગ્રસ્ત મરઘાને મારવાથી અથવા રસોઈ માટે ખોરાક તૈયાર કરવાથી પણ ફેલાય છે.
ડૉક્ટર પાસે ક્યારે જવું?
જો તમને બર્ડ ફ્લૂના કોઈપણ લક્ષણોનો અનુભવ થાય અને તમે છેલ્લા 10 દિવસમાં બર્ડ ફ્લૂથી પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી હોય તો તમારે તાત્કાલિક ડૉક્ટર પાસે તપાસ કરાવવી જોઈએ. ધ્યાનમાં રાખો કે બર્ડ ફ્લૂના લક્ષણો 3-5 દિવસમાં દેખાવા લાગે છે.
બર્ડ ફ્લૂ સારવાર
બર્ડ ફ્લૂના લક્ષણો ઘટાડવા એન્ટિવાયરલ દવાઓ આપવામાં આવે છે. આ સ્થિતિની ગંભીરતાને ઘટાડવામાં ગૂંચવણોને રોકવામાં અને જીવન ટકાવી રાખવાની શક્યતાઓને સુધારવામાં મદદ કરે છે.
Disclaimer : આ લેખ વાંચકોની વધારે જાણકારી માટે મુકવામાં આવ્યો છે.. સંદેશ આ સાથે સંમત છે જ એમ માનવું નહીં