- એક અમીર વ્યક્તિનો વિચિત્ર વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
- બોયફ્રેન્ડે ગર્લફેન્ડ માટે બનાવ્યા પૈસાના બંડલના પગથિયા
- રશિયન બિઝનેસમેન સર્ગેઈ કોસેન્કોએ પોતાની ગર્લફ્રેન્ડ સાથે આ વીડિયો શેર કર્યો
આખી દુનિયામાં અલગ-અલગ લોકો વસે છે પરંતુ અમુક લોકોની એવી વિચિત્ર હરકત હોય છે કે જેને જોઈને તમને હસવું આવે. હાલમાં જ આવા જ એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેણે પોતાની અમીરી એવી રીતે બતાવી છે કે જે જોઈને તમે દંગ રહી જશો.
ગર્લફેન્ડ માટે બનાવ્યા પૈસાના બંડલના પગથિયા
હકીકતમાં ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ એક અમીર વ્યક્તિનો વીડિયો હોય શકે કારણે તેણે પોતાની ગર્લફ્રેન્ડ માટે આવી હરકત કરી છે કે, જેની ચર્ચા જોરશોરથી કરી રહ્યા છે. રશિયન બિઝનેસમેન સર્ગેઈ કોસેન્કોએ પોતાની ગર્લફ્રેન્ડ સાથે આ વીડિયો શેર કર્યો છે. તેણે પોતાની ગર્લફ્રેન્ડનને હેલિકોપ્ટરમાંથી નીચે ઉતારવા માટે પૈસાના બંડલથી પગથિયા બનાવ્યા છે. હેલિકોપ્ટર નીચે થોડા અંતર સુધી એવું લાગે છે કે જાણે નોટોના જાડા બંડલની જાજમ પથરાયેલી છે જેના પર છોકરી ચાલી રહી છે.
વીડિયો પર લોકોએ આપી પ્રતિક્રિયા
તેના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, ‘તમે જાણો છો, આ એક મજાની વાત છે કે હું તને પૈસા કરતાં વધુ પ્રેમ કરું છું.’ વીડિયોમાં સર્ગેઈએ સફેદ શર્ટ અને જાંબલી રંગનું ટ્રાઉઝર પહેર્યું છે જ્યારે તેની ગર્લફ્રેન્ડે બ્લેક સ્કર્ટ અને બ્લેઝર પહેર્યું છે. આ વીડિયો થોડો જૂનો છે પરંતુ લોકો તેના પર કોમેન્ટ કરી રહ્યા છે. જોકે, એ કહી શકાય નહીં કે આ નોટો ખરેખર અસલી છે કે નકલી નોટો વીડિયો માટે મૂકવામાં આવી છે.
એક યુઝરે લખ્યું હતું કે, પૈસાની કિંમત સમજો, મજાક ન કરો. બીજાએ લખ્યું હતું કે, હું સંમત છું કે તમે ખૂબ જ અમીર છો પરંતુ પૈસા સાથે આ રીતે વ્યવહાર કરવો યોગ્ય નથી. તમે આ પૈસાથી હજારો ગરીબ પરિવારોને મદદ કરી શકો અને તેમને યોગ્ય જીવન આપી શકો.


