દિલ્હી કેપિટલ્સ આજે કરો યા મરો મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો સામનો કરશે. જો દિલ્હી આજે હારી જશે તો તે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. અક્ષર પટેલ આ મહત્વપૂર્ણ મેચમાં રમી રહ્યો નથી. તેમના સ્થાને, ફાફ ડુ પ્લેસિસ દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે.
જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ સામે અક્ષર પટેલની જગ્યાએ ફાફ ડુ પ્લેસિસ ટોસ કરવા આવ્યા ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલ આટલી મહત્વપૂર્ણ મેચમાં કેમ નથી રમી રહ્યા. તમને જણાવી દઈએ કે શું છે કારણ?
કેમ નથી રમી રહ્યો અક્ષર પટેલ?
ટોસ પછી, ફાફ ડુ પ્લેસિસે કહ્યું કે “તેના માટે દુર્ભાગ્યપૂર્ણ છે કે તે છેલ્લા બે દિવસથી ખૂબ બીમાર છે. તેને ફ્લૂ છે, તેથી અમે તેને શુભકામનાઓ પાઠવીએ છીએ. તેને આ સિઝનમાં અમારા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે અને આજે અમને તેની ખોટ ચોક્કસ અનુભવાશે. અક્ષર પટેલ આજે રમી રહ્યો નથી. અક્ષર બે ખેલાડીઓની બરાબર છે અને તેને બદલવું મુશ્કેલ છે.”
આ મેચમાં દિલ્હી કેપિટલ્સની પ્લેઈંગ ઈલેવન
ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), અભિષેક પોરેલ (વિકેટકિપર), સમીર રિઝવી, આશુતોષ શર્મા, ટ્રિસ્ટન સ્ટબ્સ, દુષ્મંથા ચમીરા, વિપરાજ નિગમ, માધવ તિવારી, કુલદીપ યાદવ, મુસ્તફિઝુર રહેમાન અને મુકેશ કુમાર.
ઈમ્પેક્ટ પ્લેયર્સ- કેએલ રાહુલ, સિદીકુલ્લાહ અટલ, કરુણ નાયર, ત્રિપુરાણા વિજય, મનવંત કુમાર એલ.
મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન
રિયાન રિકલ્ટન (વિકેટકીપર), રોહિત શર્મા, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિચેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરાહ.
મુંબઈ ઈન્ડિયન્સ ઈમ્પેક્ટ પ્લેયર – કર્ણ શર્મા, કોર્બીન બોશ, રાજ બાવા, અશ્વિની કુમાર, સત્યનારાયણ રાજુ.


