દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે સોમવારે (24 માર્ચ) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે રોમાંચક એક વિકેટથી જીત મેળવી હતી અને કહ્યું હતું કે હવે આદત બનાવી લો, મારા કેપ્ટન પદ હેઠળ આવું જ થશે.
IPL 2025 માટે અક્ષર પટેલને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે 2019 થી ટીમ સાથે છે અને આ સિઝનમાં પ્રથમ વખત આખી સિઝન દરમિયાન કેપ્ટન પદે હશે અને લીડરશીપ કરશે.
તેણે મેચ જીત્યા પછી પ્રતિક્રિયા આપી અને કહ્યું- મારી નિર્ણય લેવાની પ્રક્રિયા કંઈક આવી છે, તેથી કંઈ પણ થઈ શકે છે. ક્યારેક પ્રશંસકો ગુસ્સે પણ થશે. અમે હવે જીતી ગયા છીએ, તેથી કોઈ કંઈ કહેશે નહીં.
અક્ષરે કહ્યું- અમે IPLમાં ઘણું જોયું છે. પાવરપ્લેમાં ચાર વિકેટ ગુમાવવી અને પછી મેચ જીતવી એ ઘણી વાર જોવા મળતું નથી, પરંતુ હવે ક્રિકેટ બદલાઈ રહ્યું છે. તેથી તમારે ફક્ત ક્રિઝ પર રહેવું પડશે અને પ્રયત્નો કરવો પડશે.
લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંતે કહ્યું- અમે સારો સ્કોર બનાવ્યો હતો, અમે આ હારમાંથી શીખીશું અને સુધારવાનો પ્રયાસ કરીશું. કહેવું સહેલું છે…તેમના તરફથી ટ્રિસ્ટન સ્ટબ્સ અને આશુતોષે સારી બેટિંગ કરી હતી. અન્ય એક ખેલાડી વિપરાજ નિગમે મળીને મેચને દિલ્હીની તરફ ફેરવી દીધી હતી.
દિલ્હી કેપિટલ્સનો આશુતોષ શર્મા ‘મેન ઓફ ધ મેચ’ રહ્યો હતો જેણે 31 બોલમાં 66 રનની ઇનિંગ રમીને ટીમને જીતાડી હતી.. તેણે છેલ્લી ઓવરોમાં જબરદસ્ત બેટિંગ કરીને આખી બાજી પલટી નાખી હતી.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝનની ચોથી મેચ સોમવારે દિલ્હી કેપિટલ્સ (DC) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાઈ હતી. વિશાખાપટ્ટનમમાં રમાયેલી આ મેચમાં દિલ્હીની ટીમે 1 વિકેટે જીત મેળવી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી લખનૌની ટીમે 210 રનનો ટાર્ગેટ આપ્યો હતો.


