IPL 2025માં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ધૂમ મચાવી લીધી. આ ખેલાડીએ પોતાના બેટના બળ પર આખી દુનિયામાં પોતાની છાપ છોડી દીધી. IPL 2025 માં રાજસ્થાન તરફથી રમતી વખતે, તેને T20 ક્રિકેટમાં ઘણા રેકોર્ડ બનાવ્યા.
આમાં IPL માં ડેબ્યૂ કરવું અને સૌથી નાની ઉંમરે સદી ફટકારવી શામેલ છે. આ જ કારણ છે કે તેને ટીમ ઈન્ડિયાના આગામી સ્ટાર તરીકે જોવામાં આવી રહ્યો છે.
વૈભવ સૂર્યવંશી બિહારનો રહેવાસી છે. તેને હવે સમગ્ર દેશમાંથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. હવે તેના પગલે ચાલીને બીજા એક ખેલાડીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ ખેલાડી બિહારના મુઝફ્ફરપુરનો રહેવાસી 13 વર્ષનો ક્રિકેટર અયાન રાજ છે. તેને પોતાની વિસ્ફોટક ઈનિંગ્સથી સમગ્ર ક્રિકેટ જગતમાં ધૂમ મચાવી દીધી છે.
13 વર્ષની ઉંમરે ફટકારી ત્રેવડી સદી
બિહાર માટે ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ લીગમાં સંસ્કૃતિ ક્રિકેટ એકેડેમી તરફથી રમતી વખતે અયાને 327 રનની ધમાકેદાર ઈનિંગ રમી. તેને 30 ઓવરની મેચમાં આ રન બનાવ્યા. અયાનની ઈનિંગમાં 41 ચોગ્ગા અને 22 છગ્ગાનો સામેલ છે. આ ઈનિંગ દરમિયાન અયાનનું શોટ સિલેક્શન ટેલેન્ટ બધાને જોવા મળ્યું.
આ ઇનિંગ દરમિયાન તેને શાનદાર સ્ટાઈલમાં શોટ રમ્યા. તે ફક્ત 13 વર્ષનો છે. આટલી નાની ઉંમરે આ પ્રકારની ઈનિંગ અયાનના ભવિષ્ય માટે સકારાત્મક સંકેતો આપી રહી છે.
244ના સ્ટ્રાઈક રેટ સાથે બનાવ્યા 327 રન
અયાન રાજે 327 રન વિસ્ફોટક ઈનિંગ રમી. તેને આ રન 244 ના સ્ટ્રાઈક રેટથી બનાવ્યા. કુલ મળીને અયાને 30 ઓવરની મેચમાં 327 રન બનાવવા માટે 134 બોલ લીધા. તેની ઈનિંગ્સમાં મોટાભાગના રન બાઉન્ડ્રીથી આવ્યા. આ દર્શાવે છે કે આ ખેલાડી પણ વૈભવ સૂર્યવંશીની જેમ T20 ક્રિકેટમાં ધૂમ મચાવી શકે છે.