- રામલીલાના મંચન, વાર્તા-સંવાદોથી અયોધ્યાના માર્ગો ગુંજી ઉઠ્યા
- મેગા દીપોત્સવ પહેલા રામ કી પૈડી રોશની ઝળહળી ઉઠી
- લેસર શો અને લોક સંસ્કૃતિ કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું
ભગવાન શ્રી રામના સ્વાગત માટે અયોધ્યા સોળ શણગારે સજાવવામાં આવી છે. રામલીલાના મંચન, વાર્તા-સંવાદોથી અયોધ્યાના માર્ગો ગુંજી ઉઠ્યા છે, દિવાળીના અવસરે આયોજિત મેગા દીપોત્સવ પહેલા રામ કી પૈડી રોશની અને લેસર શોથી ઝગમગી ઉઠી. સમગ્ર અયોધ્યાને દુલ્હનની જેમ સજાવવાનું કામ અંતિમ ચરણમાં ચાલી રહ્યું છે.
ભગવાન રામની નગરી અયોધ્યા પ્રકાશથી ઝળહળી ઉઠી છે. જે માટે લેસર શો અને લોક સંસ્કૃતિ કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. ભગવાન રામના જીવન ચરિત્ર પર આધારિત વાર્તા અનુસાર લેસર લાઇટ શો કરવામાં આવ્યો હતો. દિવાળી પહેલા રામ અયોધ્યા નગરી રોશનીથી તરબોળ થઈ ગઈ છે અને રંગબેરંગી રોશનીમાં અયોધ્યાની સુંદરતા જોવા જેવી છે.