- અયોધ્યામાં દિવાળીને લઇને તૈયારીઓ પુરજોશમાં
- લેસર લાઇટ, દિવા અને સુંદર ફુલોની સજાવટ
- મિઠાઇઓ પણ બની રહી છે
અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને તૈયારીઓ પુરજોશમાં ચાલી જ રહી છે. પરંતુ ભગવાન શ્રીરામનો વનવાસ હવે પુરો થઇ રહ્યો છે. કારણ કે વર્ષો પછી ભગવાન મંદિરમાં પરત ફરશે. તેને લઇને તો ઉત્સાહ છે જ પરંતુ દિવાળીને લઇને પણ અયોધ્યા નગરી સોળ શણગાર સજી છે. અયોધ્યાની ગલીઓ, શેરી , નદીનો પટ, દિવાલો, હોર્ડિંગ્સ તમામ જગ્યાઓ પર અલગ જ રોનક જોવા મળી રહી છે. આ વખતનો અયોધ્યાનો દિપોત્સવ પાછલા તમામ રેકોર્ડ બ્રેક કરશે તેવી જોરદાર દિવાળી ઉજવાશે. ત્યારે આવો જાણીએ અયોધ્યામાં દિવાળીને લઇને કેવી તૈયારીઓ ચાલી રહી છે.
બની રહી છે મિઠાઇ
દિવાળી એક એવો તહેવાર છે ના માત્ર ઘર અને મંદિરો, પરંતુ દેશના તમામ શહેરો તૈયાર છે. તમામ શહેરોની વચ્ચે ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યાની સજાવટ અને દીપોત્સવની તૈયારીઓ હંમેશા આકર્ષિત કરે છે. આ વર્ષે પણ અયોધ્યામાં દિવાળીની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. લાખો દીવાઓ અને લેસર શો સાથે ઘાટો પર સુંદર ફૂલોની સજાવટ સાથે આખું શહેર એક અલગ રંગમાં રંગાયેલું જોવા મળે છે. રોશનીના તહેવાર માટે લાડુ અને અન્ય મીઠાઈઓ તૈયાર કરવામાં આવી રહી છે. કોઈપણ વસ્તુની અછત ન રહે તે માટે સામાન પહેલેથી જ તૈયાર કરવામાં આવે છે અને સ્ટોકમાં રાખવામાં આવી રહ્યો છે.
21 લાખ દિવાથી ઝળહળશે રામ મંદિર
અયોધ્યા રામ જન્મભૂમિ પર રામ મંદિર બનવા જઇ રહ્યુ છે. જેને લઇને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. મંદિર 70 ટકાથી વધારે તૈયાર થઇ ગયુ છે. તો બીજી તરફ દિવાળી પણ આવી રહી છે. જેને લઇને આ વખતે અયોધ્યામાં દિવાળી યાદગાર બની રહેશે. કારણ કે દિવાળીને લઇને પણ રામ મંદિરની ચમક વિશ્વ ફલક પર જોવા મળશે કારણ કે 1 બે નહી પરંતુ 21 લાખ દિવાઓથી રામ મંદિરને શણગારવામાં આવશે.
ત્રેતાયુગી હશે અયોધ્યા
દીપોત્સવ પર્વ પર રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે જણાવ્યુ હતું કે અયોધ્યામાં વર્ષોથી દિવાળી ઉજવવામાં આવે છે. લોકો અત્યાર સુધી પોતાના મંદિરોમાં દિવાળી ઉજવતા હતા. પરંતુ થોડા વર્ષોથી હવે મુખ્યમંત્રી દ્વારા દીપોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્ષના દીપોત્સવમાં રામ કી પૈડીથી (રામ) મંદિર પરિસર સુધી 21 લાખ દીવા પ્રગટાવવામાં આવશે..આ વર્ષનો દીપોત્સવ અગાઉના રેકોર્ડ તોડશે. શહેરનો ઐતિહાસિક પુસ્તકોમાં અયોધ્યાનો ઉલ્લેખ છે તેવું લાગશે.