- રામ મંદિર પ્રતિષ્ઠાને લઈ મોટા સમાચાર
- પ્રાણ – પ્રતિષ્ઠાના દિવસે PM મોદી રાખશે ઉપવાસ
- સરયુ નદીમાં સ્નાન પણ કરી શકે છે PM મોદી
અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પીએમ મોદી 22 જાન્યુઆરીએ ખાસ હાજરી આપવાના છે. આ સાથે અન્ય દિગ્ગજો અને આમંત્રિતો પણ હાજર રહેશે. ત્યારે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે પીએમ મોદીને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે.
સરયુમાં લગાવશે આસ્થાની ડૂબકી
પીએમ મોદી 22 જાન્યુઆરીએ ઉપવાસ રાખશે. રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવાની હોવાથી તેઓ આ દિવસે ઉપવાસ રાખશે. આ ઉપરાંત તેઓ સરયુ નદીમાં આસ્થાની ડૂબકી લગાવે તેવી પણ શક્યતા છે.
અયોધ્યાને સ્વચ્છ બનાવવા PMમોદીએ કહેલી મહત્વની વાતો
- રામ લલ્લાના અભિષેક પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામનગરીને સ્વચ્છ બનાવવાનો સંકલ્પ લીધો છે. આ કારણે તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને દેશને અયોધ્યાને સૌથી સ્વચ્છ શહેર બનાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે દેશભરના લોકોને વિનંતી છે કે મકરસંક્રાંતિના દિવસથી નાના તીર્થ સ્થળો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે.
- વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘હું અયોધ્યાના ભાઈઓ અને બહેનોને કહું છું કે તમારે દેશ અને દુનિયાના અસંખ્ય મહેમાનો માટે તૈયાર રહેવું પડશે. હવે દેશ અને દુનિયામાંથી લોકો દરરોજ અયોધ્યા આવતા રહેશે. તેથી અયોધ્યાના લોકોએ રામનગરીને ભારતનું સૌથી સ્વચ્છ શહેર બનાવવાનો સંકલ્પ લેવો પડશે. આ સ્વચ્છ અયોધ્યાની જવાબદારી અયોધ્યાની જનતાની છે.
- તેમણે વધુમાં કહ્યું કે, ‘હું દેશભરના લોકોને વિનંતી કરું છું કે ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે સમગ્ર દેશમાં નાના-મોટા તમામ તીર્થસ્થળો પર સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવે. મકરસંક્રાંતિ, એક અઠવાડિયા પહેલા 14મી જાન્યુઆરીએ. 14મી જાન્યુઆરીથી 22મી જાન્યુઆરી સુધી દરેક મંદિરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવું જોઈએ.
- પીએમએ ભારપૂર્વક કહ્યું, ‘ભગવાન રામ દરેકના છે. જ્યારે ભગવાન રામ આવી રહ્યા છે ત્યારે આપણા એક પણ મંદિર, એક પણ તીર્થ વિસ્તાર ગંદો ન હોવો જોઈએ.


