- અયોધ્યામાં પ્રસ્થાપિત કરનાર નગારૂં ગોધરા પહોંચ્યું
- વિધાનસાભના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે નગારાની પૂજા કરી
- વાજતે ગાજતે જનતાએ નગારાનુ સ્વાગત કરી દર્શન કર્યા
નગારાની પૂજા કરી સ્વાગત કરાયુ
અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રસ્થાપિત થનાર નગારું અયોધ્યા જવા નીકળી ગયું છે. ત્યારે અયાધ્યા જતું નગારું આજે પંચમહાલના ગોધરા ખાતે પહોંચ્યું હતું. ગોધરામાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા નગારાની પૂજા અર્ચના કરીને ભવ્ય સ્વાગત કરાયું હતું.
ગોધરામાં વાજતે ગાજતે સ્વાગત
ગોધરામાં ભગવાન રામ પ્રેમીઓએ જય શ્રી રામ…જય શ્રી રામ… ના નારા સાથે વાજતે ગાજતે અયોધ્યા જતાં નગારાનું ભાવભેર સ્વાગત કરીને દર્શન કર્યાં હતા. ગોધરાના સ્થાનિક ધારાસભ્ય સી.કે. રાઉલ સહીત અનેક અગ્રણીઓ પણ શોભાયાત્રામાં જોડાયાં હતા.
શું છે નગારાની વિશેષતા?
ખાસ રીતે અમદાવાદના ડબગર સમાજ દ્વારા અયોધ્યા મંદિર માટે ખાસ નગારું તૈયાર કરવામાં આવ્યું છે. આ વિશેષ નગારું 56 ઈંચ ઊંચું તૈયાર કર્યું છે. જ્યારે તેનું વજન 25 મણ છે. આ નગારાને અયોધ્યા રામ મંદિર મહોત્સવ માટે મોકલવામાં આવનાર છે. વર્ષો સુધી નગારાને કંઈપણ ના થાય એવી એની બનાવટ હોવાનો દાવો ડબગર સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
ડબગર સમાજના પ્રતીક સમાન નગારું
એટલું જ નહીં ડબગર સમાજે તૈયાર કરેલ નગારાને 14 જાન્યુઆરીએ અયોધ્યા લઇ જવામાં આવશે. 20 કારીગરોએ ત્રણ મહિનાની મહેનતથી આઠ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કર્યું છે. દરેક સમાજ રામ મંદિરમાં પોતાના વતી કંઈને કંઈ ભેટ આપી રહ્યા છે. ત્યારે ડબગર સમાજના પ્રતીક સમાન નગારું પણ રામ મંદિરમાં શોભા દે એવી સમાજની ઈચ્છા છે.


