- અયોધ્યા રામમંદિર નિર્માણને લઇને તૈયારીઓ તડામાર
- મંદિર ટ્રસ્ટે નિર્માણ કામગીરીનો વીડિયો કર્યો શેર
- રામમંદિરનું ગર્ભગૃહ બનીને તૈયાર
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેને લઇને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. . અયોધ્યાની ગલીઓ , દિવાલો, નદી તથા દરેક ખૂણા શ્રીરામના રંગમાં રંગાઇ રહ્યા છે. માત્ર અયોધ્યા જ નહી પરંતુ આખો દેશ રામમંદિરના નિર્માણને લઇને હરખ ઘેલો બન્યો છે. રામલલ્લાના બિરાજમાનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે રામમંદિર ટ્રસ્ટે મંદિરની કામગીરી કેટલે પહોંચી તે દર્શાવતો એક વીડિયો અને ફોટા શેર કર્યા છે.
રામમંદિર ટ્રસ્ટે ફોટા કર્યા શેર
22 જાન્યુઆરીએ રામ લલ્લા ગર્ભગૃહમાં બિરાજમાન થવાના છે. જેને લઇને મંદિરનું પ્રથમ તબક્કાનું કામ પુરજોશમાં ચાલી રહ્યુ છે. જો કે આખુ મંદિર બનતા તો 2025 સુધીનો સમય થઇ જશે. ત્યારે રામમંદિર ટ્રસ્ટે ફોટા શેર કર્યા છે. જેમાં જોવા મળી રહ્યુ છે કે ગર્ભગૃહ બનીને તૈયાર થઇ ગયું છે. મહત્વનું છે કે રામ મંદિરની સાથે સાથે સાથે સાથે અયોધ્યાની કાયાપલટ થઇ રહી છે. નવા નવા નજરાણા ઉમેરાઇ રહ્યા છે. પ્રવાસીઓ માટેની પહેલી પસંદ બનવા જઇ રહ્યું છે. ત્યારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં ભક્તો આવી પહોંચશે જેને લઇને મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
રામ ભક્તોમાં છે ગજબનો ઉત્સાહ
અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનો તમામ ‘રામ ભક્તો’ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેણે લઈને ભક્તોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રદ્ધાળુઓ રામલલાને જુદા-જુદા પ્રકારની ભેટો અર્પણ કરી રહ્યા છે. આ ક્રમમા પ્રાણ પ્રતિષ્ઠાની ધાર્મિક વિધિ માટે રાજસ્થાનના જોધપુરથી દેશી ગાયનું 600 કિલો શુદ્ધ ઘી અયોધ્યા આવ્યું છે. આ દેશી ઘીનો ઉપયોગ રામ મંદિરમાં અખંડ જ્યોતિ તેમજ રામ લલ્લાના અભિષેક પ્રસંગે થનારી ધાર્મિક વિધિઓમાં કરવામાં આવશે.
જોધપુરથી મોકલવામાં આવ્યું ઘી
જણાવી દઈએ કે, 108 કળશમાં 600 કિલો દેશી ઘી 27 નવેમ્બરના રોજ રાજસ્થાનના જોધપુરથી મોકલવામાં આવ્યું હતું. આ શુદ્ધ દેશી ઘી 5 બળદ ગાડામાં લઈને જોધપુરના સંત મહર્ષિ સાંદીપનિજી મહારાજ આજે અયોધ્યા પહોંચ્યા છે. સાંદીપનિજી નું કહેવું છે કે 27મી નવેમ્બરે અમે ઘૃત (ઘી) પદ યાત્રાએ નીકળ્યા હતા. આજે ભગવાન રામની નગરી અયોધ્યા પહોંચ્યા બાદ તેઓ ટ્રસ્ટના અધિકારીઓને મળ્યા હતા અને તેમને ઘી અર્પણ કર્યું હતું. આ યાત્રામાં 108 કળશમાં શુદ્ધ ગાયનું ઘી રાખવામાં આવ્યું છે, જેમાં કુલ મળીને લગભગ 600 કિલો ઘી છે.


