- રામમંદિર નિર્માણનું કાર્ય ચાલી રહ્યુ છે તેજ ગતિએ
- રામમંદિર ટ્રસ્ટ દ્વારા લેટેસ્ટ ફોટા કરવામાં આવ્યા શેર
- મંદિરનો ફર્સ્ટ ફ્લોર બનીને થઇ ગયો છે તૈયાર
ભગવાન શ્રીરામના જન્મ સ્થળ એવુ અયોધ્યા પ્રભુ શ્રીરામને આવકારવા તૈયાર છે. તેવામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નિર્માણકાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રવિવારે મંદિર નિર્માણની નવી તસવીરો જાહેર કરી છે. જેમાં જોવા મળી રહ્યુ છે કે રામ મંદિરનું ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર છે.
કેટલું મંદિર થયુ તૈયાર ?
મંદિરની સીડીઓ પણ બનાવવામાં આવી છે. સીડીની બંને બાજુએ રેલિંગ લગાવવામાં આવી છે. કુબેર ટીલા પર જટાયુની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. કુબેર ટીલાના બ્યુટીફિકેશનનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. અહીંના પ્રાચીન શિવાલયનું બ્યુટિફિકેશન લગભગ પૂર્ણ થઈ ગયું છે. દિવાલમાં ભગવાન શિવ અને ગણેશના મંદિરને આકાર આપવામાં આવ્યો છે.
મંદિરની ઉંમર હજાર વર્ષ કરવાનો પ્રયાસ
અયોધ્યા મહોત્સવમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે રામ મંદિરનું નિર્માણ એ આખા ભારતનું સન્માન છે. સાથે જ જણાવ્યું કે રામ મંદિર રાષ્ટ્રનું મંદિર છે. તે રાષ્ટ્રીય સન્માનનું મંદિર છે. મંદિરના નિર્માણ માટે 10 કરોડ લોકોએ યોગદાન આપ્યું છે. રામ મંદિર કરોડો લોકોની મહેનતથી બની રહ્યું છે. રામ મંદિરની ઉંમર 1000 વર્ષ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.તેના બાંધકામમાં ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
કેવી રીતે બનાવ્યુ છે રામમંદિર
તેમણે કહ્યું કે જમીનની ઉપર કોઈ કોંક્રિટ નથી. જમીનની નીચે લોખંડનો તાર નથી. 14 મીટર ઊંડો કૃત્રિમ ખડક બનાવવામાં આવ્યો છે. સિમેન્ટનો ઉપયોગ માત્ર 2.5 ટકા સુધી જ થયો છે. અત્યાર સુધીમાં 21 લાખ ઘન પથ્થરો લગાવવામાં આવ્યા છે.


