- શ્રીરામની જન્મસ્થળી અયોધ્યામાં દિવાળીની ધામધૂમથી ઉજવણી
- સરયૂ તટ પર 22 લાખથી વધારે દીવડા પ્રજ્વલિત કર્યા
- ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને CM યોગી આદિત્યનાથની હાજરીમાં ઉજવણી
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં ભગવાન શ્રીરામની જન્મસ્થળી અયોધ્યામાં શનિવારની સાંજે રામ કી પૈડી પર 22 લાખથી વધારે દીવડા પ્રજ્વલિત કર્યા હતા, જે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ મુજબ વિશ્વ કીર્તિમાન છે.
સરયૂ તટ પર 22 લાખથી વધારે દીવડા પ્રજ્વલિત કર્યા
દિવાળી પર્વની ઉજવણીને લઇ નિવેદનમાં કહેવાયું છે કે, મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની અયોધ્યાએ નવો કીર્તિમાન બનાવતા દીપોત્સવ 2023માં 22.23 લાખ દીવડા પ્રજ્વલિત કર્યા. ગત વર્ષે 2022માં પ્રજ્વલિત 15.76 લાખ દીવડા કરતા આ વખતે સંખ્યા લગભગ 6 લાખ 47 હજાર વધારે હતા. નિવેદન અનુસાર, ડ્રોનથી કરવામાં આવેલી દીવડાની ગણતરી ઉપરાંત દીપોત્સવે નવો કીર્તિમાન ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધ્યો છે.
લાખો દીવડાઓથી ઝગમગી ઉઠ્યું વૃંદાવન
આચાર્ય કૃપાશંકરે જણાવ્યું કે દિવાળીના અવસર પર વૃંદાવનના કેસીઘાટ ખાતે અયોધ્યાની તર્જ પર 1.25 લાખ દીવા પ્રગટાવીને દીપોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌ પ્રથમ બ્રજની પરંપરાને અનુસરીને તમામ આચાર્યોએ યમુનામાં મંત્રોચરણ કર્યું, દીવાનું દાન કર્યું અને યમુનાની પૂજા કરી. જે બાદ સમગ્ર કેસી ઘાટ દીવાઓની રોશનીથી ઝળહળી ઉઠ્યો હતો.આ દરમિયાન દૂર-દૂરથી આવતા ભક્તો દીવાઓ પ્રગટાવતા હતા. શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર પરિસર દીવાઓના પ્રકાશથી ઝળહળી ઉઠ્યું છે.