ગુજરાતમાં મોસ્ટ અવેટેડ ફેસ્ટિવલ એવા નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે. સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ નિમિત્તે વિશિષ્ટ આયોજનો થતાં હોય છે. જેમાં અનેક કલાકારોને પણ નવરાત્રિમાં અતિથિ વિશેષ તરીકે આમંત્રણ આપવામાં આવે છે. જામનગરમાં આવા જ અતિથિ વિશેષ તરીકે બોલિવૂડના પ્રખ્યાત સ્ટાર આયુષ્યમાન ખુરાના હાજર રહ્યા હતા. સાંસદ પૂનમબેન માડમના આમંત્રણને માન આપીને આયુષ્યમાન જામનગરના મહેમાન બન્યા હતા.