બાબા વેંગા અને તેમની ભવિષ્યવાણીઓ વિશે તમે ક્યારેક ને ક્યારેક સાંભળ્યું જ હશે. દુનિયા વિશે તેમણે જે ભવિષ્યવાણીઓ કરી છે, તેમાંથી મોટાભાગની સાચી પડી છે. હાલના દિવસોમાં એક એવી જ ભવિષ્યવાણીને સાંભળીને લોકો ચોંકી ગયા. ચાલો વિગતવાર જાણીએ.
બાબા વેંગાનું સાચું નામ વેંગેલિયા પાંડવા ગુશ્તેરોવા હતું. તેમનો જન્મ 3 ઓક્ટોબર 1911ના રોજ બુલ્ગારિયામાં થયો હતો. બાળપણમાં એક તોફાન દરમિયાન તેણે પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી હતી, ત્યારબાદ તેમણે ભવિષ્ય જોવાનો દાવો કર્યો. બાબા વેંગા વાંચી કે લખી શકતા નહોતા, પરંતુ તેમના અનુયાયીઓ માને છે કે તેમની પાસે અલૌકિક શક્તિઓ હતી. તેમણે વિશ્વભરની ઘટનાઓ વિશે ઘણી ચોંકાવનારી ભવિષ્યવાણીઓ કરી હતી, જેમાંથી ઘણી ભવિષ્યવાણીઓ આજે પણ લોકો સાચી માને છે.
બાબા વેંગાની સૌથી ચર્ચિત ભવિષ્યવાણીઓ માંથી એક છે કે 2043 સુધી આખા યુરોપમાં ઈસ્લામિક શાસન સ્થપાઈ જશે. તેમણે કહ્યું હતું કે 2025 થી આની શરૂઆત થશે, જ્યારે મુસ્લિમ સમુદાયનો પ્રભાવ ધીમે-ધીમે વધશે અને પછી આ 2043 સુધી યુરોપના ઘણા ભાગોમાં શાસન બદલાઈ જશે. તેમણે એમ પણ દાવો કર્યો હતો કે આ બદલાવ માત્ર રાજનૈતિક નથી પરંતુ સામાજિક અને સંસ્કૃતિક લેવલ પર પણ જોવા મળશે.
બાબા વેંગાની ભવિષ્યવાણી બાદ એ સવાલ થાય છે કે કયા દેશ ઇસ્લામી શાસન હેઠળ આવી શકે છે? યુરોપમાં પહેલેથી જ અલ્બેનિયા, બોસ્નિયા અને હર્ઝેગોવિના, કોસોવો, ઉત્તર મેસેડોનિયા જેવા દેશો મુસ્લિમ બહુમતી ધરાવે છે. આ સિવાય જર્મની, ફ્રાન્સ, યુકે, બેલ્જિયમ અને સ્વીડન જેવા દેશોમાં મુસ્લિમ વસ્તી ઝડપથી વધી છે. આ વસ્તી પરિવર્તન શરણાર્થી સંકટ, યુદ્ધો અને સ્થળાંતરને કારણે થયું છે.
બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર, ૨૦૪૩ સુધીમાં મુસ્લિમ સમુદાય યુરોપ ખંડમાં એક મોટી રાજકીય શક્તિ તરીકે ઉભરી આવશે અને ઘણા દેશોમાં તેમનું શાસન સ્થપાશે. તેમની આગાહી મુજબ, 2025 થી યુરોપમાં એક મોટો સંઘર્ષ શરૂ થશે, જે વિનાશ તરફ દોરી જશે. આ સંઘર્ષના પરિણામ સ્વરૂપે, 2043 સુધીમાં યુરોપના 44 દેશોમાં મુસ્લિમ શાસન સ્થાપિત થઈ શકે છે. જોકે, આ ભવિષ્યવાણીમાં કોઈ એશિયાઈ દેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ ભવિષ્યવાણી કેટલી સાચી પડશે તે તો સમય જ કહેશે, પરંતુ બાબા વેંગાની આ આગાહી હાલમાં ઘણી ચર્ચા જગાવી રહી છે.
નોંધ- અહીં આપવામાં આવેલી માહિતી માત્ર બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીને આધારે લખવામાં આવી છે, સંદેશ ન્યૂઝ તેની પુષ્ટિ કરતું નથી


