- બાબા વેંગાના નામે જાણીતા વૈશ્વિક ભવિષ્યવેતા બુલ્ગારિયન દેશના વતની હતા
- બાબા વેંગાએ વર્ષ-5079 સુધીની ભવિષ્યવાણી કરી દીધી છે
- 2025માં યુરોપમાં એક સંઘર્ષથી મહાદ્વીપની જનસંખ્યામાં ઘટાડો થશે
વાંગેલિયા પાંડેવા ગુશ્ટેરોવાને બાબા વેંગાના નામથી ઓળખવામાં આવે છે. વેંગા નેત્રહીન બલ્ગેરિયાઈ ભવિષ્યવક્તા હતા, જેમનું મૃત્યુ 1996માં 85 વર્ષની ઉંમરે થયું હતું. માર્કા.કોમ અનુસાર તેમની સૌથી મુખ્ય ભવિષ્યવાણીમાંથી એક 11 સપ્ટેમ્બર 2001ના ન્યૂયોર્કના ટ્વિન ટાવર્સ પર થયેલો હુમલો હતો. તેવામાં આવો જાણીએ આવનારા વર્ષો માટે બાબા વેંગાએ કઈ-કઈ ભવિષ્યવાણી કરી છે.
બાબા વેંગાએ આવનારા વર્ષો માટે શું કરી ભવિષ્યવાણી
- 2025: યુરોપમાં એક સંઘર્ષથી મહાદ્વીપની જનસંખ્યામાં ઘટાડો થશે
- 2028: માનવી ઉર્જાના નવા સ્ત્રોત શોધવાના પ્રયાસમાં શુક્ર સુધી પહોંચી જશે
- 2033: પોલર આઇસ કેપ ઓગળશે, જેનાથી સમુદ્રનું સ્તર ખુબ વધી જશે
- 2076: વૈશ્વિક સ્તર પર સામ્યવાદની વાપસી થશે
- 2130: એક્સ્ટ્રાટેરેસ્ટ્રિયલ સિવિલેઝનની સાથે સંપર્ક થશે
- 2170: વૈશ્વિક દુકાળ પડશે
- 3005: મંગળ પર યુદ્ધ થશે
- 3797: પૃથ્વીનો નાશ થશે, જ્યારે માનવતા સૌરમંડળની અંદર કોઈપણ અન્ય ગ્રહ પર મુસાફરી કરી શકશે
- 5079: વિશ્વનો અંત આવશે
જાણો બાબા વેંગાએ વર્ષ-2024 માટે શું કરી હતી ભવિષ્યવાણી
બાબા વેંગાની ભવિષ્યવાણી અનુસાર વર્ષ-2024માં કૅન્સરની સાથે ઘણી અસાધ્ય બીમારીઓની સારવાર મળી શકે છે. તમને જણાવી દઈએ કે ઘણા વૈજ્ઞાનિકો જલ્દી જ કૅન્સરની રસી શોધી લેવાનો દાવો કરી રહ્યા છે.
બાબા વેંગાની આગામી ભવિષ્યવાણી આર્થિક સંકટ સાથે સંકળાયેલી છે. બાબા અનુસાર વર્ષ-2024માં સમગ્ર વિશ્વ એક મોટા આર્થિક સંકટમાંથી પસાર થશે. બાબા વેંગા અનુસાર વર્ષ-2024માં દેશના સૌથી મોટા દેશ જૈવિક હથિયારનું ટેસ્ટ કરી શકે છે. બાબા વેંગાની આ ભવિષ્યવાણી ખરેખર ખતરનાક છે. બાબા વેંગાએ આ વર્ષે ગ્લોબલ વોર્મિંગની ચેતવણી પણ આપી છે. તેમના અનુસાર વર્ષ-2024માં સમગ્ર વિશ્વમાં હવામાન સંબંધિત ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડશે.


