બલ્ગેરિયાના બાબા વેંગા પોતાની ભવિષ્યવાણીઓ માટે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. તેમને બાલ્કનના નોસ્ટ્રેડેમસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે 1996માં દુનિયાને અલવિદા કહી હતી. માનવામાં આવે છે કે તેમની લગભગ 85% ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે.
બાબા વેંગાની ભવિષ્યવાણીઓમાં કોવિડ-19 મહામારી, 9/11ના હુમલા અને પ્રિંસેસ ડાયાનાની મોત જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. જ્યારે 2026 વર્ષને લઈને પણ તેમની કેટલીક ભવિષ્યવાણીઓ સામે આવી રહી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે નવા વર્ષે માર્ચથી વિનાશની શરૂઆત થશે અને તેનો પ્રભાવ ડિસેમ્બર સુધી રહેશે.
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાં
નવા વર્ષમાં માર્ચથી તબાહીની શરૂઆત થશે જે ડિસેમ્બર અંત સુધી રહેશે. માર્ચ 2026માં સૌથી મોટું વિશ્વ યુદ્ધ થઇ શકે છે.જે અમેરિકા અને યુરોપ જેવા પશ્ચિમી દેશોને નષ્ટ કરશે. આ યુદ્ધને ત્રીજુ વિશ્વ યુદ્ધ પણ કહી શકાય છે.
આર્થિક મંદી જેવી પરિસ્થિતિ આવશે
એપ્રિલ જૂન મહિનામાં અનેક પ્રાકૃતિક આપત્તિઓ આવશે. ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ અને ભારે હવામાન પૃથ્વીની 7-8% જમીનનો નાશ કરી શકે છે. આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થા થશે નષ્ટ. આર્થિક મંદી જેવી ભયંકર મુશ્કેલીઓ આવશે.
ટેકનોલોજી માનવજીવર પર પડશે ભારે
વર્ષ 2026 ટેકનોલોજી અને અવકાશ વિજ્ઞાનની દુનિયામાં ઘણા મોટા ફેરફારો લાવશે. માનવ જીવન પર મશીનો અને અદ્યતન ટેકનોલોજીનો પ્રભાવ પહેલા કરતાં વધુ વધશે. નવેમ્બર-ડિસેમ્બરમાં રહસ્યમયી અંતરિક્ષ વસ્તુ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરી શકે છે.
આ પણ વાંચોઃ મોરક્કોમાં પત્તાના મહેલની જેમ ધરાશાયી થઇ બિલ્ડિંગ, 19 લોકોના મોત


