બાબા વેંગાએ પોતાની જીવનકાળ દરમિયાન ઘણી ભવિષ્યવાણીઓ કરી છે. જો સાચી પણ પડી છે. આ રીતે તેમણે 2028 માટે પણ ભવિષ્યવાણી કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આજથી 900 દિવસ, બાદ પૃથ્વી પરથી ભૂખમરો દુર થઈ જશે અને એક નવી ઉજાર્નો સંચય થશે. આ વૈશ્વિક ઉર્જા ઉર્જાની આફતને દુર કરવા માટે મહત્વની સાબિત થશે. જેમાં ન્યૂકિલર ફ્યૂઝન, હાઈડ્રોજન એનર્જી અથવા ક્વોન્ટ્મ બેટરી જેવી ટેકનિકોનો સમાવેશ થાય છે. ત્રીજી સૌથી મહત્વની ભવિષ્યવાણી એ છે કે માણસો શુક્ર ગ્રહ પર જવા જીવનની શોધખોળ કરશે.
બાબા વેંગાનો જન્મ 1911 માં બુલ્ગારિયામાં થયો હતો. તેમનું સાચુ નામ વાંગેલિયા પાંડેવા દિમિત્રોવા હતું. બાળપણમાં એક તોફાન દરમિયાન થયેલી દુર્ઘટનામાં તેંમણે પોતાની આંખની દષ્ટિ ગુમાવી દીધી. પરંતું ત્યારબાદ તેમણે એવી રહસ્યમય શક્તિનો અનુભવ કર્યો જેનાથી તેઓ ભવિષ્ય જોઈ શકે. તેમના દ્વારા કરવામાં આવેલી ભવિષ્યપાણી સમય સાથે સત્ય સાબિત થતી ગઈ. જેમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો, કોરોના વાયરસની મહામારી, 2004ની વિનાશકારી સુનામી અને પ્રિન્સેસ ડાયનાનું મૃત્યુનો સમાવેશ થાય છે.
બાબા વેંગાની ભવિષ્યવાણી
બાબા વેંગાએ આ સિવાય પણ ઘણી ભવિષ્યવાણીઓનો દાવો કર્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 2025માં યુરોપ અલગ-અલગ ભાગમાં વહેંચાઈ જશે. 2033માં જળવાયુ પરિવર્તનને કારણે સમુદ્રનું જળ સ્તર વધવા લાગશે. ઘણા દેશો ડુબવા લાગશે. 2043માં યુરોપના મોટા ભાગના દેશોમાં ઈસ્લામ ધર્મનું રાજ હશે. 2026માં આર્ટિફિશ્યલ હ્યુમન બોડીનું જાતે નિર્માણ થશે. 2066માં અમેરિકા એવું હથિયાર તૈયાર કરશે જે દુનિયાને તબાહ કરવા સક્ષમ હશે.
નોંધ- આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી. સંદેશ ન્યૂઝ કોઇ પણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહિત કરતુ નથી.