- બાબર આઝમે પોતાના લગ્નની તૈયારી શરુ કરી
- ડિસેમ્બર મહિનામાં બાબર આઝમ કરશે લગ્ન
- બાબરે ભારતમાંથી શેરવાની અને જ્વેલરીની ખરીદી કરી
વર્લ્ડકપ 2023માં પાકિસ્તાનની સ્થિતિ ખરાબ છે. આ કારણે પાકિસ્તાન ક્રિકેટમાં અત્યારે ઉથલ-પાથલ જોવા મળી રહી છે. આ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, વર્લ્ડકપ ટૂર્નામેન્ટ વચ્ચે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે પોતાના લગ્નની તૈયારી શરૂ કરી છે. સોશિયલ મીડિયા પર એવી અફવા ચાલી રહી છે કે, 28 વર્ષીય આ ક્રિકેટર આગામી ડિસેમ્બર મહિનામાં લગ્ન કરશે.
બાબરે 7 લાખની શેરવાની ખરીદી
મળતી માહિતી મુજબ, બાબર આઝમે 7 લાખ રૂપિયાની શેરવાની ખરીદી છે. આટલું જ નહીં, બાબરે ભારતમાંથી મોંઘી જ્વેલરીની પણ ખરીદી કરી છે. બાબર પહેલાં તાજેતરમાં પાકિસ્તાનના અમુક મોટા ખેલાડીઓએ લગ્ન કર્યા છે. જેમાં શાદાબ ખાન, હારિસ રઉફ અને શાહીન શાહ આફરીદી જેવા ખેલાડીઓ સામેલ છે. શાહીનના લગ્નમાં આખી પાકિસ્તાની ટીમ સામેલ થઈ હતી.
વર્લ્ડકપ 2023 બાબર માટે કડવી યાદ
વર્લ્ડકપ 2023 બાબર આઝમ માટે કડવી યાદ સાબિત થઈ રહ્યો છે. સ્ટાર બેટ્સમેને ટૂર્નામેન્ટમાં 241 રન બનાવ્યા છે. જે તેની છબી અનુસાર સારા નથી. પાકિસ્તાનને પોતાની પ્રથમ 7 લીગ મેચમાંથી માત્ર 3 મેચમાં જીત મેળવી છે, જ્યારે 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. અત્યારે સ્થિતિ એવી છે કે, પાકિસ્તાની ટીમ અત્યારે લગભગ સેમીફાઈનલની રેસમાંથી બહાર થવાના આરે છે.
પાકિસ્તાનની ભારત વિરુદ્ધ થઈ હતી હાર
ગ્રીન ટીમ માટે અત્યારની ટૂર્નામેન્ટ ખુબ ઉતાર-ચડાવ વાળો રહ્યો છે. પાકિસ્તાને ટૂર્નામેન્ટમાં શરૂઆત નેધરલેન્ડ અને શ્રીલંકા વિરુદ્ધ જીતથી કરી હતી, પરંતુ ભારત પાસે મળેલી હાર બાદ પાકિસ્તાની ટીમની સળંગ હાર થઈ હતી.