વ્હોરાવાડ કિંગસ રનર્સઅપ : કુલ ૧૬ ટીમોએ ભાગ લીધો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના દાઉદી બોહરા સમાજ ના બાબજી યંગ ગ્રુપ દ્વારા કાલાવડ રોડના ઈંફીનિતી ન્યૂ ગ્રાઉન્ડ ખાતે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. જેમાં ૧૬ ટીમોએ ભાગ લીધો હતો.
આ ટૂર્નામેન્ટમાં કુલ ૧૬ ફ્રેન્ચાઇઝી ટીમોએ ભાગ લીધો હતો, જેમાં (એ ગ્રુપ) અલમદાર સીસી, એમ બી ટાઈગર્સ, બી.એફ.એસ જામનગર, ફૂગલી ૧૧ (બી ગ્રુપ) બાબજી કિંગ્સ, નાઈટ રાઈડરસ, એમડી ટાઈગર્સ, વ્હોરાવાડ કિંગસ (સી ગ્રુપ) બોક્સ રોકસ, લશ્કર ૧૧, હૈદરી લાયન્સ, કે.ટી લાયન્સ (ડી ગ્રુપ) સુરત ગ્લાડીએટર, એ.એમ.એ.એફ.એચ.એચ ભાવનગર, નુરાની ટાઇટનસ, આલ્ફાનો સમાવેશ થાય છે. મેચ બપોરે થી સાંજ સુધી લીગ મેચો, બાદમાં ક્વાર્ટર ફાઇનલ અને સેમી ફાઇનલ અને રાત્રે ફાઇનલ સુધી ઉત્સાહપૂર્વક રમાઇ, જેમા સુરત જામનગર, ભાવનગર, રાજકોટ અલગ અલગ ગામ થી ટીમ અને ખેલાડીઓ જોડાયા હતા. જેમા ફાઇનલ મા ચેમ્પિયન બાબજી કિંગ્સ થઇ હતી. રનર્સઅપ વ્હોરાવાડ કિંગ્સ નો થયો હતો, આયોજક ટીમ શબ્બીર તરવાડી, અબ્દુલકાદીર માકડા, તાહેર કાથાવાલા, હુસૈન માકડા, તાહેર ચિતલવાલા, અલીઅકબર પટેલ, આ ટૂર્નામેન્ટનું મુખ્ય ઉદ્દેશ પરમ પવિત્ર સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન ના ફરમાન પ્રમાણે દાઉદી બોહરા સમુદાય ના લોકોમાં શારીરિક ફિટનેસ, એકતા અને રમતમાં રસ વધારવાનો હતો.


