- પ્લાન્ટમાં આગ લાગ્યા બાદ તેની લપેટો દૂર દૂર સુધી ફેલાઈ હતી
- ત્રણથી ચાર કિલોમીટરના વિસ્તારની ઈમારતો હચમચી ગઈ હતી
- 1 કામદારનું મોત નીપજ્યું છે અને 5 અન્ય કામદારો ઘાયલ થયા છે
મહારાષ્ટ્રના બદલાપુરમાં આજે વહેલી સવારે ભીષણ આગની ઘટના સામે આવી હતી. મળતી માહિતી અનુસાર, ખરવઈ એમઆઈડીસીમાં આવેલી વીકે કેમિકલ કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની વિગતો એવી છે કે, મહારાષ્ટ્રના થાણેમાં બદલાપુર ખરવઈ સ્થિત મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MIDC)ના એક પ્લાન્ટમાં આજે વહેલી સવારે વિસ્ફોટ (Badlapur Fire) થયો હતો. ઘટનાસ્થળનો વિડીયો પણ સામે આવ્યો હતો.
આગનું વિકરાળ સ્વરુપ
પ્લાન્ટમાં આગ લાગ્યા બાદ તેની લપેટો દૂર દૂર સુધી ફેલાઈ હતી. ફેક્ટરીમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. જ્યારે આ કંપનીમાં ભીષણ વિસ્ફોટ થયો ત્યારે આસપાસ ત્રણથી ચાર કિલોમીટરના વિસ્તારની ઈમારતો હચમચી ગઈ હતી. આ સાથે જ એવી પણ વિગતો સંભળાઈ રહી છે કે, કેમિકલ કંપનીમાં બહાર બે ટેમ્પોમાં આગ લાગી હતી, જે બાદ આગ કંપનીમાં અંદર સુધી પણ ફેલાઈ ગઈ હતી.
આગની ઘટના બની
થાણે જિલ્લાના બદલાપુર MIDCમાં આવેલી વીકી કેમિકલ ફેક્ટરીમાં આજે જ ગુરુવારે સવારે આ આગની ઘટના સામે આવી હતી. આ ઘટના સવારે 5 વાગ્યે બની હતી અને 4 કિમી સુધી તેની અસર જોવા મળી હતી. અહેવાલો અનુસાર આ વિસ્ફોટમાં 1 કામદારનું મોત નીપજ્યું છે અને 5 અન્ય કામદારો ઘાયલ થયા છે. ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. થાણે શહેર પોલીસ પણ પરિસ્થિતિનો તાગ મેળવવા કેમિકલ ફેક્ટરીમાં પહોંચી ગઈ છે.
વિકરાળ આગ લાગી
પ્રાપ્ત માહિતી અનુસાર આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ચારથી પાંચ કિલોમીટરના પરિસરમાં પણ તેની અસર જોવા મળી હતી. સમગ્ર બદલાપુર શહેર હચમચી ઉઠ્યું હોય એમ કહીએ તો પણ ખોટું નથી. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી અને ફાયર ફાઈટરોએ આગને કાબૂમાં લેવાનું કામ કર્યું હતું. આગમાં ઘાયલ થયેલા કામદારોને તાત્કાલિક કંપનીમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, એક કામદારનું મોત થયું છે. વિસ્ફોટના કારણની હજુ તપાસ કરવામાં આવી રહી છે.
કેમિકલ બ્લાસ્ટમાં ઘાયલ થયા
પ્રાપ્ત માહિતી અનુસાર બદલાપુરમાં એક કેમિકલ કંપનીમાં લાગેલ ભીષણ બ્લાસ્ટમાં ચારથી પાંચ કામદારો ગંભીર રીતે ઘાયલ થયા છે. વળી, આ આગને કારણે એક કામદારનું મોત પણ થયું છે, તરત જ ફાયર વિભાગે રાહત કાર્ય શરૂ કર્યું હતું. બદલાપુર, અંબરનાથથી ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ સાથે જ એવા પણ સમાચાર છે કે ફાયર બ્રિગેડને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી છે. હવે કૂલિંગનું કામ ચાલી રહ્યું છે.


