બજરંગ ગૃપ દ્વારા તા.૧૧મીએ વિનામૂલ્યે ગોળની ચીકીનું વિતરણ થશે
વેવિશાળ સંમેલનનું ૮મી માર્ચે આયોજન
અગ્ર ગુજરાત, રાજકોટ
ગરેડીયા કુવા રોડ ઉપર પંચમુખી હનુમાનજીની દેરી પાસે આવેલ બજરંગ ગૃપ દ્વારા છેલ્લા ઘણા સમયથી માનવતા લક્ષી સેવાકીય પ્રવૃતિઓ નિ:શુલ્ક કરવામાં આવી રહી છે. રઘુવંશી સમાજના અગ્રણી અને જલારામ બિલ્ડર્સવાળા શ્રી પરેશભાઇ વિઠલાણી તથા કમલેશભાઇ વોરાના હસ્તે ચકલીના માળા, ચણ માટેના ફીડર, પક્ષી માટે પાણીના કુંડા, ચણ અને તુલસીના રોપાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવેલ હતું. બજરંગ ગૃપનો પ્રકૃતિ અને પર્યાવરણ જતન માટેનો સતત પ્રયત્ન રહેલ છે. આજે પણ ચકલીના માળા અને તુલસીના રોપા માટે મોટી સંખ્યામાં પ્રકૃતિપ્રેમીઓ સામેલ થયા હતા. બજરંગ ગૃપની સેવાકીય પ્રવૃતિઓને પરેશભાઇ તથા કમલેશભાઇ વોરાએ બજરંગ ગૃપની ટીમને અભીનંદન પાઠવ્યા હતા અને સેવાકીય પ્રવૃતિઓમાં સામેલ કરવા આભાર વ્યકત કર્યો હતો. તા.૧૧મીએ ગોળની ચીકીનું વિતરણ કરવામાં આવશે.
બજરંગ ગૃપના સ્થાપક પ્રમુખ કિશોરભાઇ કારીયા, હસુભાઇ ગણાત્રા તથા પ્રોજેકટ ઇન્ચાર્જ જતીનભાઇ ભીંડોરાએ મહેમાનોને આવકારી બુકેથી સ્વાગત કર્યુ હતુ.
આ કાર્યક્રમમાં બજરંગ ગૃપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થીત રહયાં હતા. જેમાં વન વિભાગના નિવૃત અધિકારી હરેશભાઇ દવે, પુર્વ પોલીસ અધિકારીશ્રી હર્ષદસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા, બટુકભાઇ રાચ્છ, પરેશભાઇ વિઠલાણી, રાકેશભાઇ દવે, સંજયભાઇ ઠકરાર, પરેશભાઇ સેજપાલ, મેહુલભાઇ ખંધેડીયા, દિનેશભાઇ તન્ના, મહેશભાઇ પુજારા, સુનીલભાઇ મજેઠીયા, પંકજભાઇ કારીયા, જાગૃતીબેન ખીમાણી, અલકાબેન અગ્રામ, જયોતીબેન ભટ્ટ, મનુભાઇ મકવાણા, બી.કે. જાડેજા, વિજયભાઇ ભટ્ટ, પરમેશ્વરીબેન ભટ્ટ, વાહીદ મારફાણી, હર્ષ માત્રાવાડીયા, વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને યશસ્વી બનાવ્યો હતો.
રઘુવંશી સમાજ માટે વેવિશાળની માહિતી, માર્ગદર્શન અને લાગતા વળગતા માટે ટેલીફોનીક સંપર્ક કરાવી આપેલ. નિ:શુલ્ક વેવિશાળ કેન્દ્રમાં કિશોરભાઇ કારીયા, હસમુખભાઇ ગણાત્રા, જતીનભાઇ ભીંડોરા, બટુકભાઇ રાચ્છ, સંજયભાઇ બી ઠકરાર, પરેશભાઇ વીઠલાણી, ચંદ્રેશભાઇ ગણાત્રા, ઉપરાંત બહેનોમાં મીનાબેન છાગાણી, હર્ષાબેન કકકડ વગરેએ સેવા આપી હતી.
બજરંગ ગૃપનો આગામી કાર્યક્રમ મકરસંક્રાંતી પર્વને અનુલક્ષીને તા.૧૧-૧-ર૬ના નિ:શુલ્ક ગોળની ચીકીનું વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આગામી વેવીશાળ પરિચય મેળો તા. ર૮-ર-ર૬ના બદલે સંજોગો વસાત ૮-3-ર૬ના રોજ રાખવામાં આવેલ છે. તેમા કિશોરભાઇ, હસુભાઇ અને જતીનભાઇની યાદીમાં જણાવવામાં આવેલ છે.


