- અમેરિકાના બાલ્ટિમોરમાં ત્રણ મહિના પહેલા માલવાહક જહાજ પુલ સાથે અથડાતા દુર્ઘટના સર્જાઈ હતી
- ત્રણ મહિના સુધી જહાજના આઠ ક્રૂ મેમ્બર્સ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફસાઈ રહ્યા હતા
- અમેરિકાની તપાસ એજન્સી કાર્ગો જહાજ દુર્ઘટનાની તપાસ હજી પૂર્ણ નથી કરી શકી
અમેરિકાના બાલ્ટિમોરમાં માલવાહક જહાજ દુર્ઘટનાનો ભોગ બનતા પુલની નીચે ફસાઈ રહ્યું હતું. જેથી ત્રણ મહિના સુધી જહાજના ચાલકદળના આઠ સભ્યો ફસાઈ રહ્યા હતા. બાલ્ટિમોરમાં ફ્રાંસિસ સ્કોટ બ્રિજ તૂટવાથી નદીમાં ફસાઈ ગયેલા જહાજ એમવી ડાલી પર 20 ભારતીય અને એક શ્રીલંકન સવાર હતા. બાલ્ટિમોર મેરિટાઈમ એક્સચેંજના રિપોર્ટ પ્રમાણે ચાલકદળના કુલ 21 સભ્યોમાંથી હજી ચાર જહાજ પર ફસાયેલા છે.
હજી જહાજમાં લોકો ફસાયા છે
બાલ્ટિમોર પુલ દુર્ઘટનાને ત્રણ મહિના વીતી ચુક્યા છે. માલવાહક જહાજ એમવી ડાલી પર સવાર ભારતીય ચાલક દળના કેટલાક સભ્ય સ્વદેશ પરત ફરી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, આઠ ભારતીય ચાલકદળના સભ્ય શુક્રવારે ભારત આવવા રવાના થયા છે. 21 પૈકી સભ્યોમાંથી ચાર હજી 984 ફુટ લાંબા માલવાહક જહાજ પર જ ફસાયેલા છે. જહાજ શુક્રવારે વર્જિનિયાના નોરફોક રવાના થશે. ક્રૂ સભ્યોમાં સામેલ બીજા લોકોને બાલ્ટિમોરની એક સર્વિસ એપાર્ટમેન્ટમાં લઈ જવાયા છે. તપાસ પૂરી થયા સુધી તેઓ ત્યાં રહેશે. ઉલ્લેખનીય છે કે 2- ક્રૂ સભ્યો ભારતીય નાગરિક હતા.
ડીલ બાદ અમેરિકા છોડવાની મંજૂરી મળી
બાલ્ટિમોરમાં ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ સાથે અથડાયા બાદ કાર્ગો શિપ નદીમાં ફસાયું – એમવી ડાલી અને બાલ્ટીમોર અકસ્માત છેલ્લા ત્રણ મહિનાથી સમાચારોમાં છે. આ જહાજમાં 20 ભારતીય અને એક શ્રીલંકાના સૈનિકો સવાર હતા. પુલ સાથે અથડાતા અકસ્માતની તપાસ યુએસ ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી – એફબીઆઇ અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ દ્વારા કરવામાં આવી રહી છે. ઘરે પરત ફરતા ક્રૂ સભ્યોમાં એક રસોઈયા, એક ફિટર, એક ઓઇલર અને ઘણા ખલાસીઓનો સમાવેશ થાય છે. આ આઠ સભ્યોને ડીલ બાદ અમેરિકા છોડવાની મંજૂરી આપવામાં આવી છે. પરત ફરનારા લોકોમાં કોઈ અધિકારીઓનો સમાવેશ થતો નથી. બાકીના 13 ક્રૂ મેમ્બર્સે અકસ્માતની તપાસ બાકી હોવાને કારણે હાલ માટે અમેરિકામાં જ રહેવું પડશે.
ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ 2.6 કિમી લાંબો છે
તમને જણાવી દઈએ કે બાલ્ટિમોરમાં પટાપ્સકો નદી પર બનેલો ફોર લેન ફ્રાન્સિસ સ્કોટ બ્રિજ 2.6 કિલોમીટર લાંબો છે. 26 માર્ચે ડાલી જહાજ અથડાયા બાદ પુલ તૂટી પડ્યો હતો. દુર્ઘટનાના સંબંધમાં કોઈ ક્રૂ મેમ્બર પર આરોપ મૂકવામાં આવ્યો નથી. આ જહાજ ગ્રેસ ઓશન પ્રાઈવેટ લિમિટેડની માલિકીનું છે અને તે બાલ્ટીમોરથી કોલંબો જઈ રહ્યું હતું.


