– પ્રતિબંધને ડિસેમ્બર ૨૦૨૪ સુધી લંબાવતું સેબી
Updated: Oct 28th, 2023
મુંબઈ : મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી)એ વિવિધ કૃષિ ચીજોમાં વાયદાના વેપાર-કોમોડિટી ડેરિવેટીવ સેગ્મેન્ટમાં ટ્રેડીંગ પરના પ્રતિબંધને ડિસેમ્બર ૨૦૨૩ સુધી લંબાવવાનો નિર્ણય જાહેર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, સેબીએ અગાઉ ૧૯,ડિસેમ્બર ૨૦૨૧ના આદેશથી સ્ટોક એક્સચેન્જો જે કોમોડિટી ડેરિવેટીવ્ઝ સેગ્મેન્ટ ધરાવે છે એમાં અગાઉ એક વર્ષ માટે વિવિધ કોમોડિટીઝમાં ડેરિવેટીવ કોન્ટ્રેક્ટસમાં ટ્રેડીંગ એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.
જેમાં ચોખા(બાસમતી સિવાય), ઘઉં, ચણા, સરસવ બિયા અને તેના ડેરિવેટીવ્ઝ(તેના ઘટકો), સોયાબીન અને તેના ડેરિવેટીવ્ઝ (તેના ઘટકો), ક્રુડ પામ ઓઈલ અન મંગનો સમાવેશ છે.
સેબીએ ૨૦, ડિસેમ્બર ૨૦૨૧ના શેર બજારોને આદેશ જારી કરીને આ પ્રતિબંધને વધુ એક વર્ષ ૨૦, ડિસેમ્બર ૨૦૨૩ સુધી લંબાવ્યો હતો. હવે ફરી આજે જારી કરાયેલા આદેશથી આ પ્રતિબંધને વધુ એક વર્ષ ડિસેમ્બર ૨૦૨૪ સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.