- વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશની શ્રીલંકા સામે 3 વિકેટ જીચ
- બાંગ્લાદેશ-શ્રીલંકાની મેચ ટાઈમ આઉટના લીધે વિવાદમાં રહી
- બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસનનો વીડિયો થયો વાયરલ
બાંગ્લાદેશે શ્રીલંકા વિરુદ્ધ શાનદાર જીત મેળવી છે. જો કે, બાંગ્લાજેશ મેચ જીત્યા બાદ પણ વર્લ્ડકપના સેમીફાઈનલમાં પહોંતી શક્યું નથી, પરંતુ તેણે આ જીતથી પોતાની ઉપસ્થિતિનું પ્રમાણ આપ્યું છે. આ મેચમાં બાંગ્લાદેશની જીત બાદ એક અજીબોગરીબ દ્રશ્ય જોવા મળ્યું હતું. જેમાં બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસન પોતાની ટીમના ખેલાડીઓને ગાળો આપતો જોવા મળ્યો હતો. આ ખેલાડીએ જ બાંગ્લાદેશને અંતિમ ઓવર્સમાં જીત અપાવી હતી.
તૌહીદ હૃદોયે અંતિમ ઓવર્સમાં આપ્યો હતો સાથ
શ્રીલંકાના 280 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે બાંગ્લાદેશની ટીમે 7 વિકેટ ગુમાવી દીધી હતી. બાંગ્લાદેશ પાસે પુષ્કળ ઓવરો હોવા છતાં માત્ર ત્રણ વિકેટ બાકી હતી. આ દરમિયાન બાંગ્લાદેશી ખેલાડી તૌહીદ હ્રદોય છેલ્લી મેચમાં અણનમ રહ્યો અને બાંગ્લાદેશને જીત તરફ દોરી ગયો. તેમણે માત્ર 7 બોલમાં 15 રનની ઇનિંગ રમી હતી, જેમાં તેણે 2 સિક્સર પણ ફટકારી હતી. આ દરમિયાન જ્યારે તે પરત ફરી રહ્યો હતો ત્યારે બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ અલ હસન તેના પર ગુસ્સે થઈ ગયો અને તેની સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યો. આ જોઈને બધાને નવાઈ લાગી.
શું છે સમગ્ર મામલો
તૌહીદ હિરદોય પોતાની ટીમને જીત તરફ દોરીને પરત ફરી રહ્યો હતો, તે ખુશીની ક્ષણ હતી, પરંતુ શાકિબે તૌહિદ હ્રદોયને ગાળો આપવાનું શરૂ કર્યું. શાકિબ તેની ટીમના સાથી સાથે સતત અસભ્ય વર્તન કરી રહ્યો હતો. તેણે ખેલાડી સાથે શા માટે દુર્વ્યવહાર કર્યો તે જાણી શકાયું નથી, પરંતુ ફેન્સે સોશિયલ મીડિયા પર શાકિબને ઘણી ખરી-ખોટી સંભળાવી છે. ફેન્સ કહે છે કે શાકિબ પોતાના જ ખેલાડી સાથે કેવી રીતે ગેરવર્તન કરી રહ્યો છે.
શ્રીલંકાનું ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થવાનું જોખમ છે
તમને જણાવી દઈએ કે શ્રીલંકા સામેની જીત બાંગ્લાદેશ માટે આ વર્લ્ડ કપની બીજી જીત છે. આ જીત સાથે બાંગ્લાદેશ પોઈન્ટ ટેબલમાં શ્રીલંકાથી ઉપર પહોંચી ગયું છે, જેના કારણે શ્રીલંકાને વર્ષ 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર જોવું પડી શકે છે.