- અગાઉ બદલી પામેલા કર્મચારીની જિલ્લા મથકે પુનઃ એન્ટ્રીથી ચર્ચા ઊઠી
- સામાન્ય જનના વાહન પર બ્લેક ફિલ્મના મામલે કાર્યવાહી થાય છે ત્યારે..
- સરકારી વાહનમાં ડાર્ક બ્લેકફિલ્મ લગાવેલી છે
બનાસકાંઠા જિલ્લાના ભુસ્તર શાસ્ત્રી સામાન્ય રીતે તેમની પાસે ફરિયાદ લઈને જતા લોકોને આગળ પોતે ઈમાનદાર હોવાની અને સરકારી નિયમોનું પાલન તટસ્થ રીતે કરતા હોવાનું કહેતા હોય છે. ત્યારે નવાઈની વાત એ છે કે સરકારી વાહનમાં નિયમો અનુસાર બ્લેક ફિલ્મ લગાવી શકાય નહીં આમ છતા સરકારી વાહન નંબર જીજે-08-જીએ-1001 નંબરના સરકારી વાહનમાં ગ્લાસ પર બ્લેકફિલ્મ એવી રીતે લગાવી છે કે અંદર કોણ બેઠું છે તે કોઈ જોઈ શકે નહીં તેવી ડાર્ક બ્લેકફિલ્મ લગાવેલી છે. આમ કરવા પાછળનો હેતુ શું હોઈ શકે ? ત્યારે બીજી તરફ લોકોમાં ચાલતી ચર્ચા અનુસાર જીયોલોજીસ્ટ પોતે આ વાહનમાં જ્વલ્લે જ જોવા મળતા હોવાનું કહેવાય છે. તો બીજી તરફ અગાઉ જેની બદલી કરી દેવામાં આવી હતી. તે કર્મચારી પુનઃ જિલ્લા મથક પાલનપુર ખાતે આવી ગયાનું ચર્ચાસ્પદ બન્યું છે અને હાલમાં જે જીપીએસ સિસ્ટમ પકડાઈ છે. તેમાં પોલીસ તટસ્થ તપાસ કરે તો વધુ ભેદ ઉકેલાય તેવી ચર્ચાએ જોર પકડયું છે.


