ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામ ખાતે આવેલ સીતારામ ગૌશાળા ખાતેના ગૌ વંશમાં લમ્પી નામનો વાઈરસ જોવા મળ્યો છે. ગૌ શાળામાં આશરો મેળવનાર એક પછી એક આમ કુલ 10 જેટલા ગૌ વંશમાં લમ્પીની અસર જોવા મળી છે. ધાનેરા તાલુકાના અનાપુર છોટા ગામ ખાતે આવેલ સીતારામ.ગૌશાળા કે જ્યાં 250 ગૌ વંશ આશરો લઈ રહ્યો છે. જેમાં એક પછી એક આમ ત્રણ દિવસમાં 10 ગૌ વંશ માં લમ્પી વાઈરસ ફેલાયો છે.જેને લઈ ગૌશાળાના મહંત સીતારામ બાપુ આર્યુવેદીક અને એલોપેથીક આમ બન્ને દવાઓ થકી ગૌ વંશની સારવાર કરી રહ્યા છે. જેનું પરિણામ સારું મળી રહ્યું છે. ધાનેરા તાલુકામાં લંપી વાઇરસ વધુ ના ફેલાય તે માટે સરકારી અને દૂધ મંડળી સંચાલિત પશુચિકિત્સકોએ પણ ગંભીરતા દાખવી આ મામલે યોગ્ય સારવાર સાથે રસીકરણની કામગીરી કરવી જરૂરી હોવાનું પંથકના પશુપાલકો માની રહ્યા છે.
https://sandesh.com/maru-saher-maru-gaam
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


