બનાસકાંઠામાં એક ડૉક્ટરની બેદરકારીના કારણે યુવતીએ કેનાલમાં ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ યુવતી કેનાલમાં પડે તે પહેલા જ સ્થાનિક લોકો દ્વારા તેને બચાવી લેવામાં આવી હતી. આ યુવતી થરામાં GRD તરીકે ફરજ બજાવે છે. આ યુવતી દ્વારા પાટણની આધાર વુમન્સ હોસ્પિટલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. હોસ્પિટલની બેદરકારીના કારણે તેણે પોતાનું જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો.
બનાસકાંઠાના વડા ગામમાં એક યુવતીએ કેનાલમાં ઝંપલાવવા પહોંચી હતી. આ યુવતી કેનાલમાં પડે તે પહેલા જ સ્થાનિક લોકો દ્વારા બચાવી લેવામાં આવી હતી. આ યુવતીએ થોડા સમય પહેલા પેટની ગાંઠનું ઓપરેશન પાટણની આધાર વુમન્સ હોસ્પિટલ ખાતે કરાવ્યું હતું. આ યુવતીએ આધાર વુમન્સ હોસ્પિટલ પર આરોપ લગાવ્યો છે કે, તેમણે તેનું ગર્ભાશયનું ઓપરેશન કરી દીધું છે.
નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાતનો પ્રયાસ
વડા ગામની એક યુવતીએ આજે ચાંગા નજીક નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. સદભાગ્યે, સ્થાનિક લોકોની નજર પડી જતાં યુવતીને કેનાલમાં કૂદે તે પહેલાં જ બચાવી લેવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવતી હાલ થરા ખાતે GRD (ગ્રામ રક્ષક દળ) તરીકે ફરજ બજાવે છે, અને તેણીએ પોતાના યુનિફોર્મમાં જ આ પગલું ભરવાનો પ્રયાસ કર્યો હતો.
હોસ્પિટલ પર ગંભીર આક્ષેપ
યુવતીના આત્મહત્યાના પ્રયાસ પાછળ પાટણની આધાર વુમન્સ હોસ્પિટલ પર લગાવવામાં આવેલા ગંભીર આરોપો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. યુવતીનો આક્ષેપ છે કે, આધાર વુમન્સ હોસ્પિટલમાં ગાંઠ (સિસ્ટ)નું ઓપરેશન કરાવ્યું હતું, પરંતુ ડૉક્ટરે ગાંઠના ઓપરેશનને બદલે યુવતીનું ગર્ભાશયની કોથળી (Uterus)નું ઓપરેશન કરી દીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. યુવતી અને તેના પરિવારે ડૉક્ટર દ્વારા થયેલી આ ભૂલ કે બેદરકારીને કારણે જિંદગીથી કંટાળીને આત્યંતિક પગલું ભરવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું છે. હાલમાં આ મામલે યુવતી અને તેના પરિવાર દ્વારા આધાર વુમન્સ હોસ્પિટલના ડૉક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવી છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો – ઈંગોરાળા ગામમાં કુવામાંથી મળ્યો યુવતીનો મૃતદેહ, 2 કલાકની જહેમત બાદ બહાર કઢાયો


