- ધાનેરામાં રેખા ચૌધરીના સમર્થનમાં હતી રેલી
- ભમરા ઉડ્તા કાફલો દોડાવો પડ્યો હતો
- કાર્યકરોમાં દોડધામ મચી અને બાઈક ચાલકો પણ ભાગ્યા
ધાનેરામાં ભાજપની રેલીમાં ભમરા ઉડ્યા છે. જેમાં ધાનેરામાં રેખા ચૌધરીના સમર્થનમાં રેલી યોજાઇ હતી. ત્યારે બનાસકાંઠામાં રેલી દરમિયાન ભમરા ઉડ્તા કાફલો દોડાવો પડ્યો હતો. ભાજપના રોડ-શોમાં ભમરા ઉડતા દોડધામ મચી હતી.
રેખાબેન ચૌધરીના સમર્થનમાં ભાજપના કાર્યકરોનો રોડ-શો
ભાજપના રેખાબેન ચૌધરીના સમર્થનમાં ભાજપના કાર્યકરોનો રોડ-શો હતો. જેમાં ભમરા ઉડતા કાર્યકરોમાં દોડધામ મચી અને બાઈક ચાલકો પણ ભાગ્યા હતા. તાજેતરમાં બનાસકાંઠામાં ભમરાનો આતંક જોવા મળ્યો હતો. જેમાં 50થી વધુ લોકોને ડંખ માર્યા હતા. ઢીમા ગામે શોભાયાત્રા દરમિયાન આ બનાવ બન્યો હતો. જેમાં 50થી વધુ લોકોને ભમરા કરડતા ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
શોભાયાત્રા દરમ્યાન અચાનક ભમરા ઉડતા ઘટના સર્જાઈ
ઢીમા ગામે ગોગા મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાને લઇ શોભાયાત્રા યોજાઈ હતી. શોભાયાત્રા દરમ્યાન અચાનક ભમરા ઉડતા ઘટના સર્જાઈ હતી. અગાઉ પાટણમાં DJના અવાજથી ભમરા ભડક્યા હતા. જેમાં દહેગામથી આવતા ભક્તોના સંઘ પર ભમરાઓએ હુમલો કર્યો હતો. ભમરા કરડતાં નિવૃત્ત GEB કર્મચારીનું મોત થયુ હતુ. જેમાં 25થી વધુ લોકોને ભમરાઓ કરડ્યાં હતા. ત્યારે ગંભીર હાલતમાં ચાર લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
DJના અવાજથી ભમરાઓ ઉડતા આ ઘટના બની
DJના અવાજથી ભમરાઓ ઉડતા આ ઘટના બની હતી. જેમાં પાટણના કાળકા રોડ પર ડીજેના ઘોંઘાટથી ભમરા ઉડ્યા હતા. ડીજેના ઘોંઘાટથી ભમરા ભડકાતા ગાંધીનગરના દહેગામથી આવતા ભક્તોના સંઘને બાનમાં લીધુ હતુ. ભમરા 25 થી વધુ ભક્તોને કરડ્યા જેમાં ચારને ગંભીર અસર થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. તેમજ ભમરાએ મોઢા ઉપર 80 જેટલા ડંખ મારતા એક વૃદ્ધનું મોત થયુ હતુ.


