- બનાસકાંઠામાં વઘુ એક વાર શંકાસ્પદ ઘી પકડાયું
- પાલનપુરની ધાન્વી એન્ટરપ્રાઈઝમાં પકડાયુ શંકાસ્પદ ઘી
- ફુડ વિભાગે 17 લાખની કિંમતનું 2700 કિલો ઘી જપ્ત કર્યું
બનાસકાંઠામાં આજે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડી શંકાસ્પદ ઘી નો જથ્થો જપ્ત કર્યો છે.મે.ધાન્વી એન્ટરપ્રાઈઝ પાલનપુર ખાતેથી અંદાજીત રૂ 17 લાખની કિંમતનું 2700 કિલો ઘી જપ્ત કર્યુ છે.તો ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ ઘીના જથ્થાને લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલી આપ્યું છે.ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ રાજયના નાગરિકોની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટીબદ્ધ છે. સાથે સાથે રાજયમાં ખાદ્યચીજોના નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળી હતી બાતમી
બનાસકાંઠાના પાલનપુર ખાતે મે. ધાન્વી એન્ટરપ્રાઈઝ, પ્લોટ નંબર -૬ ગજાનંદ માર્કેટ ખાતે શંકાસ્પદ ઘી બનાવતા હોવાની બાતમી મળી હતી જે આધારે ફુડ વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી હતી.પેઢીના માલિક હિતેશભાઇ ગોરધનભાઇ મોદીની હાજરીમાં તેમની પાસેથી અનમોલ પ્રિમીયમ બ્રાન્ડ ઘીનાં કુલ 6 નમુના અને લુઝ ઘી ના 1 એમ કુલ મળીને 7 નમૂના લેવામાં આવ્યા હતા.જયારે બાકીનો કુલ 2740 લિટર ઘી નો જથ્થો કે જેની કિંમત આશરે રૂ.17 લાખ થવા જાય છે તે સ્થળ ઉપર સિઝ કર્યો હતો.
અગાઉ આ પેઢીને કરાયો હતો દંડ
સ્થળ ઉપર વધુ તપાસ કરતા પેઢીના માલિકે કહ્યું કે તેઓ બહારથી તૈયાર સસ્તું ઘી લાવી પેક કરીને ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં વેચતા હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્વારા મે. ધાન્વી એન્ટરપ્રાઈઝ પેઢીમાં અગાઉ પણ તપાસ હાથ ધરવામાં આવી હતી અને તે સ્થળેથી નમૂના લઈ જથ્થો સિઝ કરવામાં આવ્યો હતો અને તમામ જથ્થો ભેળસેળયુક્ત જણાતાં 3 એડ્જ્યુડીકેટીંગ કેસમાં કુલ રૂ. 21નો લાખ દંડ કરવામાં આવ્યો હતો.આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોવાથી તેનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે.


