- બનાસકાંઠાના લગ્નમાં ફટાકડા ફોડવા ભારે પડ્યા
- ફટાકડા ફોડતા લગ્ન મંડળમાં અચાનક આગ લાગી
- સ્થાનિકોએ આગ પર કાબુ મેળવ્યો
ડીસાના મુડેઠા ગામના ગોગાપુરામાં આજે લગ્ન સમારંભ દરમિયાન જાનૈયાઓએ પ્રસંગને વધાવવા ફટાકડા ફોડતા અચાનક લગ્ન મંડપમાં ભીષણ આગી હતી. લગ્ન મંડપમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી છે. સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
મળતી માહિતી મુજબ, આજે લગ્ન સમારંભ દરમિયાન ડીસાના મુડેઠા ગામના ગોગાપુરામાં જાનૈયાઓએ ફટાકડા ફોડ્યા હતા જેનો તખલો લગ્ન મંડપમાં જતા ધીમે-ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. લગ્ન મંડપમાં આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં લગ્નની ચોરી, વોટર કુલર અને મંડપનો સમાન બળીને ખાખ થઈ જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. બનાવને પગલે સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.


