બનાસકાંઠામાં ઘણા વિસ્તારોમાં દબાણ ઉભું કરી દેવામાં આવ્યું છે. જે કારણે હાલ ડિમોલિશન ડ્રાઈવ ચાલી રહી છે. જેમાં આજે અમીરગઢ તાલુકાના ઈરબાલગઢ ગામમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
JCB દ્વારા આ દબાણો હટાવવામાં આવ્યા
અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ ગામમાં દબાણો દૂર કરવાની પ્રક્રિયા પહેલા સતત 13 વર્ષથી તેમને દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવતી હતી. આમ છતા ગામ લોકો દ્વારા દબાણો દૂર કરવામાં ન આવતા પંચાયત તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરીને JCB દ્વારા આ દબાણો હટાવવામાં આવ્યા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન 11 ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. રસ્તામાં અડચણ રૂપ દબાણ દૂર કરવામાં આવતા ગામના રસ્તા પહોંળા થયા છે, જેથી લોકોની સુવિધામાં વધારો થશે.


